Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ગુજરાતના ૪૦ લાખ ખેડુતોના ખાતામાં છ-છ હજાર આવશે

ગાંધીનગર : ભારત સરકારે બજેટમાં જાહેર કરેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હેકટરમાં ઓછી જમીન ધરાવતા તમામ ખેડુત પરિવારોને દર વર્ષે રૂપિયા ૬૦૦૦ ઇનપુટ સહાય તરીકે આપવાની જાહેરાત કરી છે, અને તેનો અમલ પણ શરૂ થયેલ છે. આ યોજનાનો લાભ ગુજરાતના તમામ લાભાર્થી ખેડુતોને મળે તે માટે ગુજરાતના વહીવટી તેંત્રએ ખેડુતોના ફોર્મ સમયસર ભરાવવા તે માટે ની વિગતો એકત્ર કરી આપવા અને ફોર્મ ડીજીટલ ગુજરાત પોર્ટલમાં અપલોડ કરવા સુધીની તમામ વ્યવસ્થા કરવાનું કામ પુરજોશમાં  ઉપાડયું છે. તેના પરિણામે લગભગ ૪૦ લાખ જેટલા ફલોર્મ ભરાશે, જેના કારણે ગુજરાતના ખેડુતોએ મોટી નાણાકીય મદદ પ્રાપ્ત થશે. આ યોજના સતત ચાલુ રહેવાની હોઇ, જેમ જેમ ખેડુતોના ફોર્મ ભરાતા  જશે તેમ તેમ તેમને યોજનાની સહાય મળતી રહેશે. આવી વિરાટ ખેડુતલક્ષી યોજના અમલમાં મુકવા બદલ વડાપ્રધાન શ્રીન રેન્દ્રભાઇ મોદીનો ગુજરાતના ખેડુતો વતી અમે આભાર માનીએ છીએ તેમનાયબ મુખ્યમંત્રીશ્રી નીતીન પટેલે જણાવ્યું હતું.

(3:37 pm IST)