Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સસ્તા અનાજના દુકાનદારો ખાટયા, કમિશનમાં ૧૦૦ કિલોએ રૂ. ર૩ વધ્યા

સરકાર દ્વારા પીએનજી-સીએનજી અંતર્ગત ગયા વર્ષે ૧૪ હજાર જોડાણ અપાયા

ગુજરાતમાં ૬૬ લાખથી વધુ પરીવારો ૧૭ હજાર જેટલી વ્યાજબી ભાવની દુકાનો દ્વારા અન્ન સુરક્ષાનો લાભ મેળવે છે. રાજય સરકારે સાચા લાભાર્થીઓને લાભ મળે તે હેતુસર આધાર આધારીત કોમ્પ્યુટરાઇઝડ જાહેર વિતરણ વ્યવસ્થા અમલી બનાવી છે તેમ શ્રી નીતીન પટેલે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના હેઠળ ૯૯ ટકા રેશનકાર્ડ સાથે આધાર કાર્ડનું જોડાણ થતા વિતરણ વ્યવસ્થા સુસજ્જ બની છે. આધાર એનબલ્ડ પેમેન્ટ સીસ્ટમ સ્થાપવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે.

રાજય સરકારે પહેલી માર્ચથી વ્યાજબી ભાવના દુકાનદારોને પ્રોત્સાહીત કરવા હાલમાં અપાતા કમીશન રૂ. ૧૦ર પ્રતિ કવીન્ટલમાં રૂ. ર૩નો વધારો કરી રૂ. ૧રપ પ્રતિ કવીન્ટલ કમીશન કરી આપવાનો નિર્ણય કર્યો છે. જેનાથી સરકાર દ્વારા હાલ અપાતા વાર્ષિક  રૂ. ર૪ર કરોડના કમિશન ખર્ચમાં રૂ. પપ કરોડનો વધારો થશે. પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત રાજયમાં ર૧.૬૦ લાખ એલપીજી ગેસ જોડાણ આપવામાં આવેલ છે.

વર્ષ ર૦૧૮-૧૯માં રાજય સરકાર દ્વારા પીએનજી-એલપીજી સહાય યોજના અંતર્ગત ૧૪ હજાર જેટલા લાભાર્થીઓને ગેસ જોડાણ પુરા પાડવામાં આવ્યા છે.

(3:23 pm IST)