Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ફાતડા, વ્યંઢળ, નપુંસક (ટ્રાન્સજેન્ડર) વગેરે માટે કલ્યાણ બોર્ડની રચના

રાજકોટ તા.૧૯: રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર લોકો માટે કલ્યાણ બોર્ડની રચના કરી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વિભાગના નાયબ સચિવ જે.વી. દેસાઇની સહિથી આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે નામ.સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન સીવીલ) તા. ૧૫-૦૪-૨૦૧૪ના ચુકાદામાં નીચે મુજબની વ્યકિતઓને ત્રીજા વર્ગમાં ઓળખ આપવામાં આવી છે.

'જાતિ પરિવર્તન પામેલા (Transgender) વ્યકિતઓ' એવી તમામ વ્યકિતઓ જેમની જાતિ વિશેની તેમની પોતાની સમજ તેમને જન્મ સમયે પ્રાપ્ત થયેલી જાતિથી વિરૂદ્ધ હોય (પછી તેઓએ જાતિ પરિવર્તન સંબંધિત ઓપરેશન કરાવ્યું હોય કે ન હોય, અથવા હોર્મોન સંબંધિત સારવાર લીધી હોય કે ન હોય, અથવા લેસર સારવાર લીધી હોય કે ન હોય, એવા વિચિત્ર કે વિલક્ષણ જાતિવાળઓનો તેમજ ફાતડા, કિન્નર, વ્યંઢળ, નપુંસક, માસી, હિઝડા, અરવતી, જોગરા જેવી અનેકવિધ સામાજિક-સાંસ્કૃતિક ઓળખ ધરાવતી વ્યકિતઓનો સમાવેશ થાય છે. સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ અનુસંધાને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ સંદર્ભે તજજ્ઞ સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ દ્વારા  ટ્રાન્સજેન્ડર વ્યકિતઓના આરોગ્ય વિષયક, શિક્ષણ વિષયક, રોજગાર વિષયક, સુરક્ષા વિષયક વગેરે જેવી યોજનાઓના ઘડતર માટે તેમજ સુચારૂ સંચાલન માટે ટ્રાન્સજેન્ડર વ્યકિતઓ માટે રાજ્ય કલ્યાણ બોર્ડની રચના કરવા બાબતે નિયામક, સમાજ બોર્ડના અધ્યક્ષ તરીકે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, સભ્ય સચિવ તરીકે વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ સભ્ય પદે સંબંધિત વિભાગના સચિવો અને બિનસરકારી સભ્યો તરીકે ટ્રાન્સજેન્ડર મહિલા, પુરૂષ, ક્ષેત્રની કામગીરીનો અનુભવ ધરાવતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે રહેશે.(૧.૧૦)

(11:27 am IST)