Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

શામળાજીના જગાબોરાના જંગલમાં આગ ભભૂકી : ધુમાળાના ગોટે ગોટા

ફાયરના જવાનો અને વનકર્મીઓ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

શામળાજી પાસે જાગાબોરાના જંગલમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વન્ય જીવોમા ગભરાહટને કારણે દોડધામ મચી હતી.

 અંગે

શામણળાજી પાસે આવેલી અરવલ્લીની ગીરીમાળાના જંગલના ડુંગરમાં કોઇ કારણો સર આગ લાગી હતી. આગ ડુંગર પર લાગવાને કારણે વન કર્મીઓ અને ફાયરની ટીમનો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી સંખ્યામાં ફાયરના જવાનો અને વનકર્મીઓ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત કરી રહ્યા છે.

  જંગલમાં સુકુ ઘાસ અને સુકા ઝાડ હોવાને કારણે આગ ધીમે ધીમે આગળ વધી રહી છે. આગ વધવાને કારણે જંગલમાં ધુમાળાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. વનકર્મીઓ દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

(11:14 pm IST)