Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બોરસદના તાલુકાના ઢૂંઢાકુવામાં વેપારી પાસેથી લાખો રૂપિયાનું તમાકુ ખરીદી ખેડૂત સાથે છેતરપિંડી આચરનાર બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ:બોરસદ તાલુકના ઢુંઢાકૂવાના વેપારી પાસેથી લાખ્ખો રૂપિયાની તમાકુની ખરીદી કરી છેતરપીંડી આચરતા બે શખ્શો સામે બોરસદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ તાલુકાના ઢુંઢાકૂવા ખાતે રહેતા ખેડૂત મહેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલે તેમના ખેતરમાં તમાકુનો પાક કર્યો હતો. જે તમાકુ પાક્યા બાદ ગોડાઉનમાં સ્ટોર કરી રાખી હતી. ગત તા.૨૪મી દરમ્યાન ભારેલ ખાતે રહેતા તમાકુના દલાલ ભુપેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી તમાકુ વેચવાની હોય તો એક વેપારી તૈયાર છે. તમે કહો તો તેમને લઈને આવું. મહેન્દ્રભાઈએ તેમને હા કહેતા ભુપેન્દ્રભાઈ પટેલ એક  બિહારીને લઈને આવ્યા હતા તથા તમાકુ બતાવી તમાકુના ભાવતાલ નક્કી કરી ખરીદી કરી હતી તથા તેનુ પેમેન્ટ એક મહિનાની અંદર આપી દેવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.૨૭મી ફેબુ્રઆરીના રોજ આયસર ટેમ્પો દ્વારા ૧૬૪૫૪. કિલો તમાકુ કિંમત રૂા.૨૧.૨૫ લાખ જેટલી થવા જાય છે તેટલી તમાકુ ટેમ્પોમાં ભરાવીને રવાના કરી હતી

(5:29 pm IST)