Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

એશિયન પેઈન્ટસ ગુજરાતમાં ઘરો માટે અનોખી સૌંદર્ય સ્પર્ધા લાવી

બ્યુટિફુલ હોમ્સ નામે આ સ્પર્ધામાં શહેરમાં સૌથી સુંદર ઘરને શિરે તાજ મુકાશે

મુંબઇ, તા.૧૮: એશિયન પેઈન્ટ્સ હંમેશાં પ્રેરણાત્મક ડેકોરમાં આગેવાન રહી છે અને મનોહર જગ્યાઓ નિર્માણ કરે છે. તેની બેજોડ સેવાઓ સાથે તેણે દરેક ગ્રાહકની રુચિને અજોડ એવાં ઘરો નિર્માણ કરવામાં મદદ કરે છે. આથી તે અદભુત ઘરોને પહોંચ આપવા માટે એશિયન પેઈન્ટ્સ અનોખી સૌંદર્ય સ્પર્ધા એશિયન પેઈન્ટ્સ બ્યુટિફનલ હોમ્સ સ્પર્ધા ગુજરાતમાં લાવવા માટે સુસજ્જ છે, જે શહેરમાં સૌથી સુંદર ઘરોને શિરે તાજ મૂકશે. લગભગ ૫ મહિના સુધી ઓકટોબર ૨૦૧૯ના ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ચાલનારી આ સ્પર્ધા ગ્રાહકો સાથે ડીલરો, કોન્ટ્રાકટરો અને આર્કિટેકટોને સહભાગી અને પુરસ્કૃત કરતાં વિવિધ તબક્કામાં યોજાશે.

ગુજરાતમાં બ્યુટિફુલ હોમ્સ સ્પર્ધા સાથે એશિયન પેઈન્ટ્સનું લક્ષ્ય પોતાનાં ઘરોની ભરપૂર સંભાળ રાખે અને તે નિર્માણ કરવા તથા તેના દેખાવમાં દરેક પ્રયાસ કરે તેવા બધા ઘરમાલિકોને આ મંચ પર લાવવાનું છે. તેઓ માને છે કે દ્યરનું વાતાવરણ એ તેમના પોતાના માટે અને તેમના પરિવાર માટે મૂડ અને એકંદર ખુશી પર ઉત્ત્।મ પ્રભાવ પાડે છે. આથી જો તમે પણ આવું જ વિચારતા હોય તો આ સ્પર્ધા તમારે માટે આદર્શ છે. સ્પર્ધા માટે પાત્ર થવા એક મુખ્ય માપદંડ ઘર કે સાઈટ દરેક શ્રેણી હેઠળ નિમ્નલિખિત ઉલ્લેખિત એપી પ્રોડકટોમાંથી કમસેકમ એકનો ઉપયોગ કરેલો હોવો જોઈએ.

     બ્યુટિફુલ એન્ડ પ્રોટેકટેડ હોમ્સ - રોયલ હેલ્થ શિલ્ડ + અલ્ટિમા પ્રોટેક

     બ્યુટિફુલ હોમ્સ - રોયલ +  અલ્ટિમા

     બ્યુટિફુલ વોલ્સ- રોયલ પ્લે+ નિલયા + ક્રિયેટેકસ

ગ્રાહકોએ ૯૭૨૩૭૦૮૭૦૮ પર કોલ કરીને અથવા મિસ્ડ કોલ આપીને નોંધણી કરાવવાની રહેશે, જે પછી એશિયન પેઈન્ટ્સના પ્રતિનિધિ તેમનો સંપર્ક કરશે, પાત્રતા તપાસશે અને તે પછી સહભાગની વિગતો આપશે. ૧૦ વિજેતાઓ દર પખવાડિયે જાહેર કરાશે. તેમાં ૭ રનર-અપ સાથે ૩ મુખ્ય વિજેતા રહેશે (દરેક શ્રેણીમાંથી એક). બધા વિજેતાઓ એશિયન પેઈન્ટ્સની ઈન્ટરનલ કલર અને ડિઝાઈન ટીમ દ્વારા નક્કી કરાશે.

આ સ્પર્ધા વિશે બોલતાં એશિયન પેઈન્ટ્સ લિમિટેડના બ્રાન્ડ્સના જનરલ મેનેજર જયદીપ કણસેએ જણાવ્યું હતું કે એશિયન પેઈન્ટ્સ હંમેશાં તેના ગ્રાહકોને સહભાગી કરવા માટે ક્રિયાત્મક રીતો પર કેન્દ્રિત હોય છે. અને બ્યુટિફુલ હોમ્સ સ્પર્ધા ગ્રાહક અનુભવ સુંદર બનાવવાના પ્રયાસ સાથે બ્રાન્ડનું જોડાણ મજબૂત બનાવે છે.

ગુજરાતની પસંદગી કરવાનું કારણ આ રાજય સંસ્કૃતિ અને રંગોમાં અત્યંત સમૃદ્ઘ છે અને દ્યરો સર્વ સમયે ઉત્ત્।મ રાખવાનો આગ્રહ રખાય છે. આ સ્પર્ધા એશિયન પેઈન્ટ્સને ગુજરાતી દ્યરોમાં ડોકિયું કરાવશે અને તેમને તેમનું સુંદર સ્વર્ગ બતાવવા માટે તક પણ આપશે.

(3:40 pm IST)