Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

સુરતમાં રાત્રિના 10 વાગ્યા બાદ જાહેર રસ્તામાં આતશબાજી કરવા પર પ્રતિબંધ : જાહેરનામું

ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા ફોડી શકાશે નહીં

સુરત: શહેરમાં રાત્રિના 10 વાગ્યા બાદ ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. સુરત પોલીસે જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર આવશ્યક પ્રતિબંધ ફરમાવ્યો છે

  સુરત શહેરમાં આતશબાજીના કારણે થતા ઇજાના બનાવોને કારણે સુરત પોલીસ દ્વારા જાહેરનામાં દ્વારા જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે. સુરતમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા અને દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે.બીજી તરફ, જાહેરનામું ભંગ કરનાર સામે પગલાં લેવાશે તેવી સૂચના પણ આપવામાં આવી છે.

  સુરતમાં જાહેર રસ્તાઓ તથા ફૂટપાથ ઉપર બોમ્બ, રોકેટ, હવાઇ તથા અન્ય ફટાકડા ફોડવા અંગેનો સમાવેશ થાય છે. તો સાથે જ ફટાકડા સળગાવી અન્ય વ્યકિત ઉપર ફેંકવા અંગે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા દારુખાનું ન ફોડવું તેવુ પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

(12:58 pm IST)