Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ધો. ૧૦ પૂરક પરિક્ષાનું માત્ર ૮.૧૭ ટકા પરિણામ

ગુજરાતભરમાં ૧,૦૮,૮૬૯ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૮૮૯૦ વિદ્યાર્થીઓ જ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા

 રાજકોટ તા. ૧૮ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આજે કંગાળ પરિણામ જાહેર થયું. ધો. ૧૦ પૂરક પરીક્ષાનું માત્ર ૮.૧૭ ટકા પરિણામ આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાના કહેર વચ્ચે એસએસસીની પૂરક પરીક્ષા ૨૫ થી ૨૮ ઓગસ્ટના ૩૮ કેન્દ્રોના ૮૨૩ બિલ્ડીંગો અને ૬૧૯૨ બ્લોકમાં યોજાયેલ. જેમાં ૧,૩૨,૦૩૨ પરીક્ષાર્થીઓમાંથી ૧,૦૮,૮૬૯ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ ૮.૧૭ ટકા આવ્યું છે.  ધો. ૧૦ પૂરક પરીક્ષાનું પરિણામમાં  વિદ્યાર્થીઓનું પરિણામ ૮.૦૪ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮.૩૬ ટકા આવ્યું છે.

(4:33 pm IST)
  • કાલાવડ રોડ પરના વાજડીમાં બિહારી યુવાન મોહમ્મદ જશીમની માથામાં ઘા મારી હત્યાઃ પંચરની કેબીન ધરાવતા યુવાનની કેબીન નજીક જ લાશ પડી હતીઃ માથામાં થયેલી ગંભીર ઇજા હુમલાથી થઇ કે કેમ?: પોસ્ટમોર્ટમ બાદ આગળ વધશે તપાસ કેબીન નજીક જ ઓરડીમાં રહેતો હતોઃ યુનિવર્સિટી પોલીસ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે access_time 11:35 am IST

  • બિહારમાં નિતિશનો પક્ષ ૧૧૫ બેઠક માગે છે : બિહારમાં નિતિશના જનતાદળ (યુ) પક્ષે ૧૧૫ બેઠકો પોતાને મળે તે માટે દબાણ લાવી રહી છે અને ભાજપ તેના કવોટાની ૧૨૮ બેઠકોમાંથી ''એલજેપી'' પક્ષને બેઠકો ફાળવે તેવો આગ્રહ રાખી રહેલ છેઃ બિહાર વિધાનસભાાની મુદત ૨૯ નવેમ્બર પૂરી થઈ રહી છે અને બિહારમાં ઓકટોબર- નવેમ્બરમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહેલ છે access_time 4:06 pm IST

  • ' પી.એમ.કેર્સ ફંડ ' મામલે લોકસભામાં તડાપીટ : કોંગ્રેસી આગેવાન અધીર રંજન ચૌધરી અને ભાજપી મિનિસ્ટર અનુરાગ ઠાકુર આમને સામને : રાજ્યકક્ષાના ફાયનાન્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે ગાંધી પરિવાર તથા વિરોધ પક્ષોની ઝાટકણી કાઢી : સામસામા આક્ષેપો તથા પ્રતિ આક્ષેપોને કારણે ગૃહનું વાતાવરણ તંગ થતા અડધો કલાક માટે ગૃહ મુલતવી રખાયું access_time 7:07 pm IST