ગુજરાત
News of Friday, 18th September 2020

ધો. ૧૦ પૂરક પરિક્ષાનું માત્ર ૮.૧૭ ટકા પરિણામ

ગુજરાતભરમાં ૧,૦૮,૮૬૯ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૮૮૯૦ વિદ્યાર્થીઓ જ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા

 રાજકોટ તા. ૧૮ : ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આજે કંગાળ પરિણામ જાહેર થયું. ધો. ૧૦ પૂરક પરીક્ષાનું માત્ર ૮.૧૭ ટકા પરિણામ આવ્યું છે.

શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાના કહેર વચ્ચે એસએસસીની પૂરક પરીક્ષા ૨૫ થી ૨૮ ઓગસ્ટના ૩૮ કેન્દ્રોના ૮૨૩ બિલ્ડીંગો અને ૬૧૯૨ બ્લોકમાં યોજાયેલ. જેમાં ૧,૩૨,૦૩૨ પરીક્ષાર્થીઓમાંથી ૧,૦૮,૮૬૯ છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાં સમગ્ર રાજ્યનું પરિણામ ૮.૧૭ ટકા આવ્યું છે.  ધો. ૧૦ પૂરક પરીક્ષાનું પરિણામમાં  વિદ્યાર્થીઓનું પરિણામ ૮.૦૪ ટકા અને વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮.૩૬ ટકા આવ્યું છે.

(4:33 pm IST)