Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

આણંદ જિલ્લામાં જાણે આભ ફાટ્યું ૪ કલાકમાં દે ધનાધન ૭ ઇંચ

સુરત પંથકમાં ૧ થી ૪ ઇંચ વરસાદ : સર્વત્ર જળબંબાકાર : ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૨.૧૨ ફૂટે પહોંચી

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી, તા. ૧૮ : સીઝનના પ્રારંભથી જ મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની બેટિંગ શરુ કરતા ગણતરીના સમય માં જ મોટી માત્રા માં વરસાદ ખાબકતા જળબમ્બાકાર જેવી સ્થિતી સર્જાયેલ છે આજે સવારે ૬ વાગ્યા થી લઇ ૧૦ વાગ્યા સુધી માં એટલે કે માત્ર ૪ કલાક માં રાજ્યના  કેટલાક વિસ્તારમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા આ મુજબ છે.

આણંદ ૧૭૦ મિમિ, ચોર્યાસી ૧૦૦ મિમિ, ઓલપાડ ૬૮ મિમિ, નવસારી અને જલાલપોર ૫૦-૫૦ મિમિ, પેટલાદ ૪૮ મિમિ, ઉમરગામ ૪૪ મિમિ,ધરમપુર અને વાપી ૩૨-૩૨ મિમિ,વલસાડ અને પારડી ૨૮-૨૮ મિમિ,સુરત સીટી ૨૬ મિમિ, કપરાડા ૨૫ મિમિ,ખંભાત ૨૨ મિમિ અને હાંસોટ ૨૦ મિમિ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ૩૪ તાલુકાઓ માં ૧ મિમિ થી લઇ ૧૯ મિમિ સુધીનો વરસાદ નોંધાયો છે.

  દક્ષીણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી આજે સવારે ૬ કલાકે ૩૧૨.૧૨ ફૂટે પોહોંચી છે , ઇનફ્લો  નથી પરંતુ આઉટફ્લો ૬૭૬૮ ક્યુસેક નો છે, આ લખાઈ રહ્યા છે ત્યારે કે એટલે કે સવારે ૧૧:૩૦ કલાકે દક્ષિણ ગુજરાતના મોટાભાગ ના વિસ્તાર માં ઘેરાયેલ વાતાવરણ સાથે હળવો વરસાદ ચાલુ છે.(૩૭.૫)

(12:13 pm IST)