Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

ધરમપુર સમસ્ત આદિવાસી સમાજ વલસાડના નેજા હેઠળ આદિવાસી એકતા પરિષદ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી

નાલાયક ચીન સામે શંખનાદ , વીર શહીદો અમર રહો, ચીનની દરેક વસ્તુનો બહિષ્કાર કરો, ચીની સેના મૂર્દાબાદના ગગનભેદી નારા સાથે બે મિનિટનુ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :મોટી ઢોલડુંગરીના યુવાનોએ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગના પૂતળાનું દહન  કરી રોષ પ્રગટ કર્યો હતો. અત્રેના આસુરા વાવ બિરસા મુંડા સર્કલ ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજે સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને માસ્ક સાથે ચીનની નાપાક હરકતને વખોડી ચીન સામે રોષ પ્રગટ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલ, ડો.નીતિન પટેલ, ખારવેલના પૂર્વ સરપંચ રાજેશભાઈ પટેલ, મોટી ઢોલડુંગરી સરપંચ નવીન પવાર,કલ્પેશભાઈ પટેલ, તુંબી, ખારવેલ સહિત આસપાસના યુવાનોએ  શ્રદ્ધાંજલિ આપી હતી. કપરાડાના ડો.દિનેશ ખાંડવી, ગમનભાઈ ગાંવિત ઉપસ્થિત રહ્યા હતા

(10:05 pm IST)