Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

બાકરોલમાં અભ્યાસ કરતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દાગીના સહીત રોકડ મેળવી 2.32 લાખની મતા પડાવી છેતરપિંડી આચરી

આણંદ:પાસેના બાકરોલની એક કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને બાકરોલના યુવકે પ્રેમજાળમાં ફસાવી તેણી પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે રૃા.૨.૩૨ લાખ ઉપરાંતની મત્તા લઈ સોનાની વસ્તુઓ તેમજ  રોકડ પરત નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાના બનાવે વિદ્યાનગર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે યુવતીએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાકરોલના યુવક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરના  ભાલેજ રોડ ઉપર આવેલ ભગતસિંહ સ્ટેચ્યુ નજીકની સત્યમ કોલોની ખાતે રહેતી એક યુવતી બાકરોલની એક કોલેજ ખાતે અભ્યાસ કરે છે. થોડા સમય પૂર્વે આણંદની આ યુવતીને બાકરોલ ગામના સાહિલ ઉર્ફે સેમ ઉર્ફે તાબીઝ અશરફખાન ઘોરી સાથે મિત્રતા બંધાઈ હતી. 

(8:59 pm IST)