Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

સુરત શહેરના દેવધ કેનાલ રોડ પર પતરા તોડી અંદર પ્રવેશ કરી 58હજાર રૂપિયાની ચોરી કરી ગઠિયા રફુચક્કર

સુરત: શહેરના દેવધ કેનાલ રોડ દેવી ક્રુપા સોસાયટીમાં આવેલા ગેરેજના પાછળના ભાગેથી પતરા તોડી અંદર પ્રવેશ કરી ચોર શનિવારની રાત્રી દરમિયાન કાર રીપેરીંગના અને ઇન્શ્યોરન્સના રૂ.58,250 ચોરી ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના વતની અને સુરતમાં પુણા ગામ સીતાનગર ચોક છીતુનગર સોસાયટી પ્લોટ નં.234 માં રહેતા 29 વર્ષીય ગૌરવભાઇ મનુભાઈ હડીયા લીંબાયત દેવધ કેનાલ રોડ દેવી ક્રુપા સોસાયટી પ્લોટ નં-2,3 માં જય મહાકાલ કાર ગેરેજના નામે કાર રીપેરીંગનું કામ કરે છે. 

ગત શનિવારની રાત્રી દરમિયાન ચોર ગેરેજના પાછળના ભાગેથી પતરા તોડી અંદર પ્રવેશ્યો હતો અને ટેબલની અંદર ખાનામાં મુકેલા કાર રીંપેરીંગના તેમજ ઇન્શ્યોરન્સના રોકડા રૂ.58,250ની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ચોરી અંગે ગૌરવભાઈએ ગતરોજ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(8:53 pm IST)