Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

વડોદરામાં કોરોનાના વધતા કેસને અટકાવવા પોલીસે દંડની સતા સોંપવામાં આવી:માસ્ક ન પહેરવા સહીત જાહેર થુંકનાર લોકોને ફટકારવામાં આવશે દંડ

વડોદરા: શહેરમાં કોરોનાના વધી રહેલા કેસો અટકાવવા માટે પોલીસને દંડની સત્તા સોંપાતા પોલીસે દંડનીય કાર્યવાહી ની સાથે સાથે ઈ મેમો પણ આપવાનું શરૂ કર્યું છે.

વડોદરા માં અનેક સ્થળે હજી પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી તેમજ જાહેરમાં માસ્ક વગર કેટલાક લોકો નીકળી રહ્યા છે જેના કારણે કોરોના ના કેસો અટકવાનું નામ લેતા નથી.

વડોદરા પોલીસ કમિશનરે હવે જાહેરમાં થૂંક નારા તેમજ માસ્ક વગર નીકળતા લોકો ને દંડવા માટે પોલીસની ટીમો કામે લગાવી છે. આ ટીમોએ પહેલે દિવસે 67 લોકો તેમજ ગઈકાલે 344 લોકો રૂ એક લાખ જેટલો દંડ વસુલ કર્યો છે.

(6:27 pm IST)