Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

હવે ગાંધીનગરમાં જાહેર સ્થળો પર જન્મદિવસ સહિતની ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકાયો

 

ગાંધીનગર : સુરત બાદ હવે ગાંધીનગરમાં પણ જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે બે દિવસ પહેલા -2 સર્કલ પાસે મોડીરાત્રે જન્મદિવસની ઉજવણી કરવાનો વીડિયો વાયરલ થયો હતો.જાહેર રસ્તા પરથી પસાર થતાં લોકો હેરાન થઇ રહ્યાં છે. જેના કારણે હવે ગાંધીનગરમાં જાહેર સ્થળો પર જન્મદિવસ સહિતની ઉજવણી કરવા પર પ્રતિબંધ મુકાયો છે જાહેરમાર્ગો પર જન્મદિનની ઉજવણી કે અન્ય કોઇપણ કાર્યક્રમ કરવો હશે તો તેમને પહેલા મંજૂરી મેળવવી પડશે.

 

ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું કે, 'બે દિવસ પહેલા -2 સર્કલ પાસે મોડીરાત્રે જન્મદિવસની ઉજવણી કરવાનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં દેખાઇ રહ્યું છે કે ઉજવણીને કારણે જાહેરમાર્ગો ઉપર  લોકો હેરાન થતા હતાં. સંદર્ભે ગાંધીનગર પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.'

 

(12:14 am IST)