Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બનાસકાંઠાના ધાનેરામાં અચાનક ધોધમાર વરસાદ :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ અંગેની હવામાન વિભાગની આગાહી સાચી પડી હતી. જિલ્લાના ધાનેરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.પવનના સુસવાટા સાથે વરસાદ થતાં શહેરના માર્ગો પર વરસાદી પાણી રેલાયા હતા.

(9:35 pm IST)