Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

બૌદ્ધ સર્કિટ સાથે ગુજરાતમાં ૧૩ સ્થળ જોડવા તૈયારીઓ

બુદ્ધ પૂર્ણિમાની પરંપરાગતરીતે ઉજવણી કરાઈ : બૌદ્ધ સર્કિટ સાથે જોડાનાર સ્થળો ઉપર ખાસ સુવિધાઓ

અમદાવાદ, તા. ૧૮ : બુદ્ધ પૂર્ણિમાની આજે પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના જુદા જુદા ભાગોમાં પ્રાર્થના અને પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. દુનિયાભરમાં ફેલાઈ રહેલા બૌદ્ધ ધર્મના લોકો માટે ગુજરાતમાં ૧૩ સ્થળોને બૌદ્ધ સર્કિટ સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે. આના માટેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ૧૩ સ્થળ ભગવાન બુદ્ધ સાથે કોઇને કોઇ રીતે જોડાયેલા છે. આ સ્થળોને ગુજરાત પ્રવાસ નિગમ દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેડરેશનની સાથે કરાર કરીને બૌદ્ધ સર્કિટ વિકસિત કરવાની કામગીરી ચાલી રહી છે. આમા દેવકીમોરી પણ સામેલ છે. આને લોબલ સ્પ્રીચ્યુઅલ સ્થળ તરીકે વિકસિત કરવામાં આવનાર છે. આ ૧૩ સ્થળોને વિશ્વસ્તરીય સુવિધા સાથે વિકસિત કરાશે. તેમને વિશ્વના બૌદ્ધ ધર્મના સ્થળો સાથે જોડવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં સર્કિટ માટે ગુજરાતના ૧૨ સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેને અતિ આધુનિક સુવિધા સાથે સજ્જ કરવામાં આવશે. જે ૧૩ સ્થળોની પસંદગી કરવામાં આવી છે તેમાં જુનાગઢના ઉપરપોટ, બાબા પ્યારેલાની ગુફા, ખાપરા કોડિયાના મહેલ, અશોક સ્તંભ માર્ગ, ગીર સોમનાથની સાના ગુફા, પ્રભાસપાટણની બૌદ્ધ ગુફા, ભરુચના તળિયા પહાડ, કચ્છની સિયોત ગુફા, ભાવનગરમાં તળાજા બૌદ્ધ ગુફા, રાજકોટની ખંભાલીડા ગુફા, મહેસાણા જિલ્લામાં વડનગરની બૌદ્ધ ગુફા, મહેસાણા જિલ્લાની તારંગા હિલ પર બૌદ્ધ ગુફા અને મૈશ્વા નદીના કિનારે વિકસિત પ્રાચીન દેવમોરીનો સમાવેશ થાય છે. વિકસિત થનાર આ બૌદ્ધ સ્થળો ઉપર અતિઆધુનિક સુવિધાઓ વિકસિત કરવામાં આવશે જેમાં સ્ટ્રીટ લાઇટો, એપ્રોચ રોડ, સુરક્ષા માટે ખાસ કેબિન, સીસીટીવી કેમેરા, પ્રવાસીઓ માટે બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, રિફ્રેશમેન્ટ સુવિધા, કાર પાર્કિંગની સુવિધા, વોચ ટાવર, રેસ્ટિંગ એરિયાનો સમાવેશ થાય છે. દેવની મોરીમાં ભગવાન બુદ્ધના સમયના અવશેષને પ્રદર્શન કરવા માટે મુકવામાં આવશે જ્યાં પાણી માટે કુંડ, બ્રિજ, ગ્રંથાલયો જેવી સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. બૌદ્ધ સર્કિટ સાથે ગુજરાતમાં ૧૩ સ્થળો વિકસિત કરવામાં આવશે.

(9:00 pm IST)