Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

મોડાસાની સિમલા હોટલ સામેના ઝાડી ઝાંખરામાં અચાનક આગ લાગતાં અફરાતફરીઃ વાહનવ્યવહાર અટકી ગયો

મોડાસા: શહેરના શામળાજી રોડ પર આવેલા ગણેશપુરા (હજીરા) વિસ્તારમાં આવેલી સિમલા હોટલ સામે ઝાડી-ઝાંખરામાં આગ લાગતાં અફડાતફડી મચી હતી આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા રોડ પરથી પસાર થતા વાહનવ્યવહાર અટકી ગયો હતો

 આગની ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા  ગણેશપુરા (હજીરા) વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રક ગેરેજની દુકાનો અને દ્રિ ચક્રીય વાહનોના શો-રૂમ આવેલા છે સિમલા હોટલ સામેના ઝાડી-ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ લાગતાં અને પવનની ગતિએ આગ પ્રસરતા આગનું રૌદ્ર સ્વરૂપ અને ધુમાડામાં ગોટેગોટા નીકળતા સમગ્ર વિસ્તારમાં આગ પ્રસરતી જોઈ ફફડાટ ફેલાયો હતો. રોડની નજીક લાગેલી આગના પગલે થોડો સમય અહીંથી પસાર થતો વાહનવ્યવહાર અટકી પડ્યો હતો.

(8:49 pm IST)
  • આતંકવાદીઓ પાસેથી શ્રીનગર અને અવંતિપુરા એરબેઝનો નકશો મળ્યો :હાઇએલર્ટ :જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને અવંતિપુરા ઍરબેઝનો નકશો આતંકીઓ પાસેથી મળતા હાઇએલર્ટ કરાયું ; સુરક્ષાદળો સતર્કઃ ;સઘન પેટ્રોલિંગ access_time 1:02 am IST

  • અમદાવાદના એરપોર્ટ પર દાણચોરીની તપાસમાં ઇડી જોડાશેઃ બે દિવસ પહેલા ડ્રોન કેમેરાની દાણચોરીનો પર્દાફાશ થયો હતોઃ ડીઆઇ અને કસ્ટમ વિભાગના સંયુકત ઓપરેશનમાં ખુલાશો access_time 3:29 pm IST

  • દક્ષિણ આંદામાનનો દરિયો, દક્ષિણ બંગાળના અમુક ભાગો અને નિકોબારના ટાપુમાં પણ પ્રવેશ : ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ : હવામાન વિભાગે જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંદામાનના દરિયામાં બેસી ગયુ છે : ચોમાસુ પવનો દક્ષિણ આંદામાનના દરિયામાં મજબૂત થયા : વાદળો તેમજ વરસાદ પણ વધ્યો : સાથે ૩.૧ કિ.મી.થી ૫.૮ કિ.મી.નું એક અપરએર સાયકલોનીક સરકયુલેશન આંદામાનના દરિયામાં છે. જેથી આજે ૧૮ મેએ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાનના દરિયામાં, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગમાં તેમજ નિકોબાર ટાપુમાં પ્રવેશ કર્યો છે. ચોમાસુરેખા શ્રીલંકાની દક્ષિણેથી શરૂ થઈ ૮૦ ડિગ્રી ઈસ્ટ અને શ્રીલંકાની દક્ષિણેથી ચાલુ થઈ અને ૧૩ ડિગ્રી નોર્થ અને ૯૯ ડિગ્રી ઈસ્ટ સુધી લંબાય છે. access_time 3:26 pm IST