Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સુરતમાં 67 વર્ષીય પત્નીને 8 મહિનાથી ભરણ પોષણની રકમ ન આપતા 70 વર્ષીય પતિને અદાલતે 80 દિવસની સજાની સુનવણી કરી

સુરત: શહેરમાં ૪૦ વર્ષના દાંપત્યજીવન ખટરાગે ચડયા બાદ ૬૭ વર્ષીય પત્નીને ૮ માસની ચડત ભરણ પોષણની રકમ પેટે રૂ.૧૬ હજાર ચુકવવામાં કસુર કરનાર ૭૦ વર્ષીય પતિને આજે સુરત ફેમીલી કોર્ટે ૮૦ દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

કોસાડ ખાતે રહેતા માંગીબેનના લગ્ન ૪૦ વર્ષ પહેલાં માંડવીમાં રહેતા સોહનભાઈ સાથે થયા હતા.પરંતુ ૪૦ વર્ષના દાંપત્ય જીવન બાદ પતિ સોહનભાઈ દ્વારા યેનકેન પ્રકારે ત્રાસ આપીને માંગીબેનને ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી ૬૭ વર્ષીય માંગીબેને પ્રીતીબેન જોશી મારફતે પોતાના ૭૦ વર્ષીય પતિ સોહનભાઈ પાસેથી ભરણ પોષણ મેળવવા કોર્ટમાં ધા નાખી હતી.

(5:14 pm IST)