Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

સુરતમાં પિતાની હત્યા કરી પુત્રએ મૃતદેહ દાટી દીધોઃ કળયુગી પુત્રની ઘડપકડ

વૃધ્ધ પ્રહલાદભાઇ પટેલની ગુમ થયાની જાહેરાત બાદ ક્રાઇમબાંચે તપાસમાં ભેદ ઉકલ્યો

સુરત, તા.૧૮:  દ્યોર કળિયુગની પ્રતિતિ કરાવતો એક બનાવ પાંડેસરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં કાપડનું કારખાનું ધરાવતા એક વૃદ્ઘની તેના જ પુત્રએ હત્યા કરી હતી. આટલું અધૂરું હોય તેમ ગુનો છુપાવવા માટે લાશને જમીનમાં દાટી દીધી. વળી, પોલીસને પોતાના પર શંકા ન જાય એટલા માટે પોતાના પિતા ગુમ થયાની જાણ પોલીસને પણ તેણે જ કરી. આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમને સીસીટીવી અને પુછપરછના આધારે સમગ્ર કેસને ઉકેલીને પુત્ર સહિત અન્ય એકને ઝડપી લીધો છે.

બમરોલી રોડ પર બાપા સિતારામ સોસાયટીમાં જિતેશ ટેક્ષટાઇલના નામે કાપડનું કારખાનું ધરાવતા અને સલથાણગામની શૃંગલ રેસિડેન્સીમાં રહેતા ૭૦ વર્ષીય પ્રહલાદભાઇએ ત્રિભોવનદાસ પટેલ (મૂળ રહેઃ  કાશાગામ, તા. વિસનગર, મહેસાણા) ગઇ તા.૧૪મીએ  પ્રહલાદભાઇએ કીમ ખાતે મશીન લેવા ગયા બાદ દ્યરે પરત આવ્યા ન હતા. આ અંગે તેમના પુત્ર જીજ્ઞેશ પિતા ગુમ થયાની જાણ પાંડેસરા પોલીસને કરી હતી. જો કે પોલીસે રહસ્ય પરથી પડદો ઉચકતાં પુત્ર પિતાને હત્યાના સ્થળે લઈ ગયો હતો અને બાદમાં ત્યાં જમીનમાં દાટી દીધા હતાં.

આ ઘટનામાં ખરેખર ૭૦ વર્ષીય વૃદ્ઘ ગુમ નથી થયા પરંતુ તેના પુત્રએ જ તેની હત્યા કરી લાશ ભાઠેના વિસ્તારમાં દાટી દીધી હોવાની માહિતી ક્રાઇમ બ્રાંચને મળી હતી. એ સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિતેશને શોધી કાઢ્યો હતો અને તેની આગવી ઢબે આકરી પૂછપરછ કરતા તેણે હત્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેની કબૂલાતના આધારે પોલીસે ભાઠેના વિસ્તારમાં જઈ વૃદ્ઘની લાશ જમીનમાંથી બહાર કાઢી હતી.

(3:34 pm IST)