Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

સાયન્સ સીટીમાં બ્લેક હોલ્સ વિશે યોજાઈ ગયેલ સેમિનાર

બ્લેક હોલ્સ : ધારણાઓથી હકીકત સુધી : બ્લેક હોલ એટલે એવો પોઇન્ટ જેમાં કંઇ પરત જઇ શકે નહી : બ્લેક હોલ બ્રહમાંડની સૌથી અલૌકીક ઘટના બની

અમદાવાદ, તા.૧૮ : બ્લેક હોલ્સ - ધારણાઓથી હકીકત સુધી વિષય પર આજે શહેરની સાયન્સ સીટી ખાતે આજે એક બહુ મહ્ત્વનો અને રસપ્રદ સેમીનાર યોજાયો હતો. જેમાં પ્રખર ખગોળશાસ્ત્રી ડો.જે.જે.રાવલે સૂર્યમંડળ અને ઉપગ્રહોની રચના વિશે તેમ જ બ્લેકહોલ્સને લઇ કેટલીક અગત્યની વાતો વિશે ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમણે જણાવ્યું હતું કે, બ્લેક હોલ્સે સદીઓ થી વૈજ્ઞાનિકો અને લોકોની કલ્પનાઓને આકર્ષ્યા છે. ખગોળશાસ્ત્રીઓની વૈશ્વિક ટીમની હાવર્ડના વૈજ્ઞાનિકોની દોરવણીની ઇવેન્ટ હોરીઝોન ટેલિસ્કોપ પ્રોજેકટ (ઇએચટી)અંતર્ગત બ્લેક હોલની પ્રથમ તસ્વીર રજુ કરાઇ હતી. ઇએચટીના સંશોધકો દ્વારા રજુ કરાયેલ તસ્વીરમાં કેન્દ્રમાં કાળા ધબ્બાની આસપાસ ચમકતી રીંગ દેખાય છે જે બ્લેકહોલની ઇવેન્ટ હોરીઝન રજુ કરે છે. બ્લેક હોલ્સ એટલે એક એવો પોઇન્ટ જેમાં કંઇજ પરત જઇ શકે નહી , પ્રકાશ પણ જઇ શકે નહી. બ્લેક હોલની તસ્વીર લેવી એ બ્રહમાંડની સૌથી આકર્ષક વસ્તુ ની ઝલક લેવા કરતા પણ વધારે છે. આ બ્લેક હોલ બ્રહમાંડની સૌથી અલૌકીક ઘટના પર ખગોળશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓ માટે આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પરખવા માટેના દ્વાર ખોલે છે. બ્લેક હોલ એ અવકાશનો એવો ભાગ છે જયા ગુરુત્વાકર્ષણ બળનુ ખેચાણ એટલુ મજબુત છે કે આ ખંેચાણથી પ્રકાશ પણ બચી શકતો નથી. ખુબ ગુરુત્વાકર્ષણ ઉદભવે છે કેમકે પદાર્થ પર ભારે દબાણ આવે છે. આ દબાણ તારાના અંત સમયે ઉદભવે છે. કેટલાક બ્લેક હોલ્સ તારાના અંતનુ પરિણામ છે. પ્રખર ખગોળશાસ્ત્રી ડો.જે.જે.રાવલે સૂર્યમંડળ અને ઉપગ્રહોની રચના વિશે પણ વિસ્તૃત વ્યાખ્યાન આપ્યુ હતું. તેમણે શનિ અને યુરેનસ ગ્રહ ફરતેની રીંગના અસ્તિત્વ હોવા વિશે ધારણા વિશે જણાવતાં કહ્યું કે, નેપ્ચ્યુનની સંપુર્ણ રીંગ સિસ્ટમ અને નવા ઉપગ્રહો જે વિશાળ ગ્રહો ફરતે જઇ રહયા છે જે પૃથ્વી પરના ટેલિસ્કપ તથા પાયોનિયર અને વોયાગર સ્પેસ સાધનો દ્વારા જયારે તેઓ ગ્રહની આસપાસ ફરી રહયા હતા ત્યારે તેની પુર્તિ કરાયેલ છે. જયારે તારા અંત પર આવે છે ત્યારે તેમનુ કદ ફુલે છે જથ્થો ઘટે છે અને ઠંડા પડી સફેદ ગુચ્છ બને છે જયારે મોટા તારા એટલેકે ૧૦ -૨૦ ગણા મોટા આપણા સૂર્ય જેટલા તારા ન્યુટ્રન ફટૃ તારામાં ફેરવાય છે અથવા સ્ટેલર માસ બ્લેક હોલ્સ બને છે. આ વાર્તાલાપમાં કલ્પનાશકિતની ઉંડાઇમાં હોવા છતા બ્લેક હોલની શોધના પડકાર વિશે ચર્ચા વિચારણા થઇ અને ધારણાઓ અને અવલોકનને આધારે આ પદાર્થ વિશે કેવીરીતે વધુ જાણી શકાય , તે કઇ રીતે બને છે અને તેઓ આસપાસ પર કેવી અસર કરે છે તે અંગે પણ સેમીનારમાં મહત્વની ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.

(9:37 pm IST)