Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

વડોદરા: સુરત તરફથી આવતી લકઝરી બસે પગપાળા યાત્રીના સંઘને હડફેટે લેતા બે યાત્રિકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડોદરા: શહેરથી ૨૦ કિ.મી. દૂર પોર નજીક નેશનલ હાઇ વે પર આજે પરોઢ પહેલા રાત્રીના અંધારમાં સુરત તરફથી આવતી એક લક્ઝરી બસે પગપાળા જતા યાત્રીકોના સંઘને અડફેટમાં લેતા બે યાત્રીકોના મોત થયા છે જ્યારે એક યાત્રીકને ગંભીર ઇજા થતાં હાલમાં સારવાર હેઠળ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ તાલુકાના મોટી કોરલથી મંગળવારે સવારે પગપાગાળા યાત્રીકોનો એક સંઘ ડાકોર જવા માટે નીકળ્યો હતો. સંઘ સાંજે બામણગામ ખાતે પહોંચ્યો હતો અને ત્યા સંઘે નાઇટ હોલ્ટ કર્યો હતો. સંઘે આજે પરોઢ પહેલા રાત્રીના ૩ વાગ્યે યાત્રા શરૃ કરી હતી અને સંઘ ડાકોર તરફ આગળ વધ્યો હતો. દરમિયાન સંઘ વડોદરાથી ૨૦ કિ.મી. દૂર વરસાડા ગામના પાટીયા પાસે, સતલુજ હોટલની સામેથી પસાર થતો હતો ત્યારે સુરત તરફથી ધસી આવેલી એક લકઝરી બસે ઓવરટેક કરવાના ચક્કરમાં હાઇ વેની એક તરફ ચાલી રહેલા સંઘને અડફેટમાં લીધો હતો.

(6:24 pm IST)