Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમદાવાદની ખારીકટ કેનાલમાં ગંદા પાણીના કારણે લિલ જામી જતા મચ્છરોના ત્રાસથી લોકોને હાલાકી

અમદાવાદ: શહેરમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં ગંદકી અને ગંદા પાણી વચ્ચે હવે લીલ જામી જતા અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મ્યુનિ.તંત્ર દ્વારા કેનાલની સફાઇમાં દાખવાતી બેદરકારી હાલ રોગચાળાને આમંત્રણ આપી રહી છે. કેનાલના પટ્ટા પરની સોસાયટીઓમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે.

મણિનગર ગોરના કુવાથી જશોદાનગર માર્ગ પર આવેલી સોસાયટીના રહીશો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. સત્યનારાયણ રો હાઉસ, ગોકુલપાર્ક, મંગલતીર્થપાર્ક, કિષ્ણાપાર્ક, જય ગરવી ગુજરાત, હરીદર્શનપાર્ક, ગુરૂકૃષા, પદ્માવતી પાર્ક, જીવનધારા એપાર્ટમેન્ટ સહિતની સોસાયટીના રહીશો મચ્છરોના ઉપદ્રવથી ત્રાહિમામ પોકારી ગયા છે. ઓઢવ, નિકોલ, વિંઝોલ, નરોડા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં પણ આજ સ્થિતિ પ્રવર્તી રહી છે.

(6:22 pm IST)