Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

૩ દિવસમાં ૩ નાયબ મામલતદારો એસીબીની જાળમાં

પોલીસ પર સ્વાર થયેલી પનોતી હવે નાયબ મામલતદારો પર ઝળુંબાઇ ગઇ કે શું? : એક લાખની લાંચમાં પ૦ ટકા ડીસ્કાઉન્ટ આપ્યા બાદ એક કિસ્સામાં વધુ ૧૦ હજારનું ડીસ્કાઉન્ટ અપાયેલઃ એસીબી પૂછપરછમાં રસપ્રદ વિગતો જાહેર થઇ

રાજકોટ, તા., ૧૮: પોલીસ તંત્ર પર સ્વાર થયેલી પનોતી હવે મુખ્યમંત્રીએ જેને સૌથી વધુ ભ્રષ્ટ ખાતા તરીકે ઓળખાવેલ છે તેવા ડીપાર્ટમેન્ટના અધિકારી પર સ્વાર થઇ હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ૩ નાયબ મામલતદારો એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયા છે.

વલસાડ જીલ્લાના ચીથલ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિતેન્દ્ર શૈલેષકુમાર બ્રહ્મભટ્ટ કપરાડા મામલતદાર કચેરીમાં જ રૂ. રપ હજારની લાંચના આરોપી તરીકે સુરત એકમના મદદનીશ નિયામક એન.પી.ગોહીલના સુપરવીઝન હેઠળ ગોઠવાયેલ વલસાડ-ડાંગના પીઆઇ પી.ડી. બારોટ ટીમ દ્વારા રંગે હાથ ઝડપી લેવાયા હતા.મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતી એક મહિલા પાસે અરજીની તપાસમાં નોકરીમાંથી છુટા ન કરવા માટે લાંચ મંગાયેલ તે જાણીતી વાત છે.

બીજા કિસ્સામાં ગારીયાધાર ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ જીતેન્દ્રભાઇ ભટ્ટ તથા ગારીયાધારમાં જ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઇ વિનોદરાય પંડયા તથા એક પ્રજાજન વિશાલભાઇ જયંતીભાઇ ચૌહાણ (ગારીયાધાર)ને દાતાર ટી સ્ટોલનીસામેના રોડ પરથી ગારીયાધાર ખાતેથી ૩૦ હજારન લાંચમાં ઝડપી લીધા હતા.

ફરીયાદ મુજબ બે ડમ્પરો ડેપલા ગામેથી રેતી ભરી સમઢીયાળા ગામની ચોકડી પાસે ઉભા હતા તેવખતે આરોપી નાયબ મામલતદારો દ્વારા ડંમ્પરની ચાવીઓ લઇ ગેરકાયદે રીતે ભરવા બાબતે૧લાખના વહીવટની માંગણી કરેલ. રકઝકના અંતે પ૦હજાર નક્કી થયેલ. જેપૈકી ૧૦ હજાર ચુકવાઇગયેલ.  ફરી વખત ફરીયાદી દ્વારારકમ ઓછી કરવાની માંગણી સંદર્ભે ૩૦હજારની રકમ નક્કી થતા એસીબીએ બંન્ને આરોપી  નાયબ મામલતદારોને ઝડપી લીધા હતા.  તેમાં નવાઇની વાત એ છે કે બંન્ને નાયબ મામલતદાર પૈકી  એકને નિવૃતી આડે ૪ અને બીજાને ર વર્ષ જ બાકી હતા.

આમ પોલીસ તંત્ર ચૂંટણી બંદોબસ્તમાં ભલે વ્યસ્ત હોય પરંતુ એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો પ્રજાને પીડતા લાંચીયાઓ સામે રાજયભરમાં સક્રિયતાથી ફરજ બજાવે છે.

(3:27 pm IST)