Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

અમદાવાદમાં ર૧મીએ મળનાર પાટીદાર શકિત પ્રદર્શનથી ગરમાવો

ભાજપ વિરૂદ્ધ મતદાન માટે વિશાલ સંમેલન બોલાવાયુ હોવાની ચર્ચાથી દેકારોઃ સરકાર-ભાજપ સક્રિય? : મતદાન પૂર્વે લવ-કુશ પાટીદાર સંમેલનમાં ''રણનિતિ'' ઘડાશે તેવા નિર્દેશો મળતા દબાણ-ધમકી શરૂ થયાની ચર્ચાથી રાજકીય દોડધામ

રાજકોટ તા. ૧૮ : ગુજરાતમાં ર૩મીએ મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે અમુક પાટીદાર સંગઠનો છેલ્લો ઘા પણ રાણાનો તેવા આશયથી અમદાવાદના એસ.જી.હાઇવે પર વિશાળ પાટીદાર સંમેલન બોલાવી ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાનો ઇરાદો ધરાવતા હોવાની ચર્ચાથી જોરદાર રાજકીય ગરમાવો જાગ્યો છે. સંમેલન યોજાય ત્થા ન યોજાય તે માટે જોરદાર પ્રયાસો થઇ રહ્યાની ચર્ચાએ ખળભળાટ મચાવ્યો છે.

આગામી ૨૧ મી એપ્રિલે અમદાવાદ ખાતે પાટીદારોનું સંમેલન યોજાનાર છેઙ્ગ જેમા ગાંધીનગર લોકસભા બેઠક મુદ્દે પાટીદારો મંથન કરશે. દ્યણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો અમિતભાઈઙ્ગ શાહથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.ત્યારે આ સંમેલન મહત્વનું બની રહેશે તેમ મનાય છે

આગામી ૨૩ એપ્રિલના મતદાન પૂર્વે ૨૧ એપ્રિલના રોજ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં લવ-કુશ પાટીદાર સંમેલનનો મુખ્ય ઉદ્દેશ લોકસભા ચૂંટણીમાં પાટીદાર મતદારોના મતદાન અંગેની ચોક્કસ રણનીતિ દ્યડવામાં આવશે. આ સંમેલનમાં ગાંધીનગર લોકસભામાં રહેતા પાટીદાર મતદારોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. .

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બેઠકમાં ૨.૫૦ લાખથી વધુ પાટીદાર મતદારો છે. જો કે, દ્યણા લાંબા સમયથી આ વિસ્તારના પાટીદાર મતદારો ભાજપના દિગ્ગજ નેતા અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહથી નારાજ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ત્યારે આગામી ૨૧ તારીખના રોજ પાટીદારો રાજયના પાટનગર ખાતે શકિત પ્રદર્શન કરવાના છે

૨૩જ્રાકએપ્રિલે ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો ઉપર મતદાન થવાનું છે. એ પહેલા વિશાળ સંમેલન માં પાટીદાર આગેવાનો અને કેટલાક વકતાઓને પ્રવચન માટે બોલાવાયા હતા.

આ સંમેલનનો મુખ્ય હેતુ ચૂંટણીમાં ભાજપની વિરુદ્ઘમાં મતદાન કરવાનો હતો તેમજ ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણીમાં પછાડવા માટેની વ્યૂહરચના દ્યડવાનો હતો. જેના માટે યુવાનો દ્વારા ઉમિયા કેમ્પસની જગ્યા બુક કરાવી હતી. તેમજ તેના માટેની ડિપોઝીટ પણ આપી દેવાઈ હતી.

ભાજપના નેતાઓનું દબાણ કામ કરી ગયું

આ બાબતની જાણકારી ભાજપના નેતાઓને મળી હતી. આથી તેઓએ આ સંમેલન કોઈપણ હિસાબે ના યોજાય તે માટેની કાર્યવાહી શરૂ કરી હતીય જેના ભાગરૂપે ભાજપના ટોચના નેતાઓએ અમદાવાદ અને ગુજરાતમાં જે પાટીદાર આગેવાનો છે. તેમનો સંપર્ક પણ કર્યો હતો અને સંમેલન નહીં યોજવા માટેની સમજાવટ કરી હતી. કેટલાકને ધમકી પણ આપી હતી પરંતુ પાટીદાર આગેવાનોએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા અને કહ્યું હતું કે આ સંમેલન યોજવામાં અમારો કોઇ હાથ નથી.

ચૂંટણીપંચે વિવિધ કાયદાની કલમો બતાવી કબજો લઈ લીધો

સંમેલનના આયોજક કોણ છે તેમની અમને ખબર નથી. બીજી બાજુ ચૂંટણીપંચ દ્વારા ઉમિયા કેમ્પસના હોદ્દેદારો પાસેથી તેની જગ્યાનો કબજો માગ્યો હતો. આ અંગે ઉમિયા કેમ્પસના હોદ્દેદારો જણાવે છે કે ૨૧જ્રાક તારીખે પાટીદાર સંમેલન જવાનું હતું જેના માટેની ડિપોઝીટ પણ અમે લીધી હતી. તેમજ અન્ય જગ્યા પર લગ્નના રિસેપ્શન પણ હતા પરંતુ ચૂંટણીપંચે અમારી જગ્યા માગતા અમે તે નહીં આપવા માટે દ્યણી દલીલો કરી હતી પરંતુ ચૂંટણીપંચે વિવિધ કાયદાની કલમો બતાવી અમારી પાસેથી ઉમિયા કેમ્પસ ની જગ્યા નો કબજો લીધો છે.

(3:22 pm IST)