Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ગુજરાતમાં પ્રથમ ફોર્ટીફાઇડ મિલ્ક શરૂ કરનાર 'માહી'ને એવોર્ડ

રાજકોટ : દેશના યુવાનો અને બાળકોમાં વધી રાહેલી વિટામીનોની અછત નિવારવા તેમજ વૃધ્ધોમાં વિટામીનોની પ્રુર્તતા કરવા કેન્દ્ર તેમજ રાજય સરકારે ખાદ્ય પદાર્થોમાં વિવિધ વિટામીન ઉમેરીને બજારમાં મુકવા વિવિધ ખાદ્ય ઉત્પાદકોને અપીલ કરેલ છે. તેના અનુસંધાને રાજયના કેટલાક ખાદ્ય ઉત્પાદકોએ વિટામીન યુકત ઉત્પાદનો પણ બજારમાં મુકયા છે. આવા ઉત્પાદકોને સન્માનવા અને ફોર્ટીફીકેશન અંગેની સમજનો વ્યાપ વધારવાના હેતુથી અમદાવાદ ખાતે એફએસએસએઆઇના ચેરપર્સન રીટા તેવટીયાની ઉપસ્થિતિમાં રાજયકક્ષાની ગુજરાત ફૂડ ફોર્ટીફીકેશન સમીટ ૨૦૧૯ તાજેતરમાં યોજાઇ હતી. આ સમીટમાં રાજયભરમાંથી ખાદ્ય ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે  સમગ્ર રાજયમાં દૂધમાં સૌથી પ્રથમ ફોર્ટીફીકેશન શરૂ કરનાર માહી કંપનીને ફોર્ટીફીકેશન ચેમ્પીયનનો મોમેન્ટો આપી સન્માનીત કરાઇ હતી.

આ કાર્યક્રમની શરૂઆતમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર ડો.હેમંત કોશીયાએ રાજયમાં સુધારેલી ફુડ સલામતી અને પોષણ સુરક્ષા તરફની યાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા એફએસએસએઆઇના ચેરપર્સન રીતા તેવટીયાએ રાજય દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોમાં ફોર્ટીફીકેશન માટે હાથ ધરાયેલા પ્રયત્નોને બિરદાવી સ્વૈચ્છિક ફોર્ટીફીકેશન શરૂ કરનાર કંપનીઓને અભિનંદન આપ્યા હતા.

આભાર પ્રવચન રાજયના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ડે.કમિશ્નર દિપીકાબેન ચૌહાણે કર્યુ હતુ. આ સમીટમાં જે ખાદ્ય કંપનીના ઉત્પાદકોએ તેમના દ્વારા ઉત્પાદીક થતા ખાદ્ય ઉત્પાદનોમાં સ્વૈચ્છિક ફોર્ટીફીકેશન ચાલુ કરેલ છે. તેવા તમામને બિરદાવી સન્માન કરવામાં આવ્યુ હતુ.

(12:28 pm IST)