Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

ભાભર હાઇવે ઉપર રિક્ષાની ટક્કરથી આધેડનું કરૂણમોત : મહિલા ઘાયલ

રિક્ષાના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આધેડને અડફેટમાં લીધા અકસ્માત બાદમાં રીક્ષા પલટી ખાઇ ગઇ

ભાભર હાઇવે ઉપર રોડ ઉપર ઉભેલ એક આધેડને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષા પલટી ખાતા એક મહિલા ઘાયલ થઈ છે.   

 આ અંગેની વિગત મુજબ ભાભર ના સુઇગામ હાઇવે ઉપર રાધે સ્કૂલ પાસે બુધવારના બપોરે હાઇવે ઉપરના એક ખેતરમાં ખેતમજૂર ભાગીયા તરીકે રહેતા ભાભર તાલુકાના માનપુરા ગામ ના મેલા ભાઈ સગતા ભાઈ ઠાકોર ( ઉ.વ.આ.50)  આધેડ વયનો ખેત મજુર રોડની સાઈડમાં ઉભો હતો. ત્યારે સુઈગામ હાઈવે ઉપરથી પુરપાટ ઝડપે આવી રહેલ રિક્ષાના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ આધેડ ને અડફેટમાં લીધા હતા. અકસ્માત બાદમાં રીક્ષા પલટી ખાઇ ગઇ હતી જેના કારણે રોડની સાઇડ પર ઉભેલા મેલાભાઈ ઠાકોર નામના આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે રીક્ષામાં બેઠેલ મહિલા રાણીબેન મફાજી ઠાકોર ને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રાઇવેટ વાહન દ્વારા બંને ઘાયલોને સી.એચ.સી.ખાતે સારવારાર્થે ખસેડાયા હતા.
ભાભર સી.એચ.સી.મા સારવાર આપવામાં આવી હતી જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થયેલ મેલાભાઈ ઠાકોરનું સારવાર બાદ મોત થયું હતું. મુતક ના સગા એ ભાભર પોલીસને જાણ કરી છે. લાશનો ભાભર સી.એચ.સી. ખાતે પીએમ કરી વાલીવારસોને સોંપવામાં આવી છે.

(10:57 pm IST)