Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

પોઇચાનું સ્વામિનારાયણ મંદિર બંધ : મંદિરમાં સતત સૅનેટાઇઝ ડિટરઝન લીકવીડ નો છંટકાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરાયા બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ છે અને 29 માર્ચ સુધી શાળા,કોલેજો, મલ્ટીપ્લેક્સ ઉપરાંત અનેક પર્યટક સ્થળોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે જ્યાં વધારે પબ્લિક આવતી  હોઈ  એવા  ધાર્મિક સ્થળો પણ સરકાર દ્વારા બંધ કરવાના આદેશ આપતા નર્મદા જિલ્લા ના પોઇચા ખાતે આવેલું નીલકંઠ ધામ સ્વામિનારાય મંદિર પણ આજથી ભક્તો અને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.આ મંદિરે શનિ અને રવિવારે 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવે છે અને ખાસ પ્રવાસીઓનું આકર્ષણ એવું સહજાનંદ યુનિવર્ષ છે જે પણ બંધ કરવામાં આવ્યું છે.

  આ બાબતે વધુ માહિતી અપાતા મંદિરના સંત ચૈતન્યસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતું કે હાલ કોરોના વાયરસ ની અસર ન થાય તે માટે તમામ વિભાગો બંધ કર્યા છે અને મંદિર ખુલ્લું છે દર્શન માટે આ મંદિર પરિસર ને સૅનેટાઇઝ ડિટરઝન લીકવીડનો છઁટ્કાવ કરવામાં આવી રહ્યો છે. અને દવાનો છંટકાવ કરી બચાવ કરી રહ્યા છે

(8:04 pm IST)