Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

જેતપુર ડાઇંગ ઉદ્યોગને એનજીટીની નોટીસો સામે સુપ્રિમનો સ્ટે

કરોડો રૂપિયાના દંડથી બચી જતુ ડાઇંગ એસોસીએશનઃ ભાવિક વૈષ્ણવ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૮ : શહેરનો એક માત્ર સાડી ઉદ્યોગ દેશ-દેશાવરમાં ફેલાયેલ તેને એક પછી એક ગ્રહણ લાગતા મૃતપાપ થાવના આરે હતો જીએસટી, નોટ બંધી, પ્રદુષ્ણ જેવા પ્રશનોથી ડાઇંગનો ઉદ્યોગ પ૦ ટકા જેટલો બંધ થયો હતો તેમાં પદુષ્ણની ફરીયાદોના પગલે હાઇકોર્ટો આ મામલો એનજીટી રામદેવભાઇ સાંજવાની (નશેનલ ગ્રીનટ્રીબ્યુનલ) તેએથી એકમાસમાં  રીપોર્ટ કરવાનું કહેતા ત્રણ માસ પહેલા રીપોર્ટ કરવામાં માટે દિલ્હીના ભૂતપૂર્વ ન્યાયાધીશ  બી.સી.પટેલ સહિતની ટીમ બનાવેલ  આ ટીમે શહેરના વિસ્તારોમાં ફરી પોલ્યુશન ફેલાવતા એકમો અને એસો.ના ટ્રીટમેન્ટ પ્લાન્ટ અંગે નોંધ રી સી.પી.સી.બી.અને કલેકશને પક્ષકારો બનાવેલ સામે જનરલ ઓર્ડર આપેલ અને દંડની નોટીસ પણ આપેલ બાદમાં કલેકટરે ડી.સી.ને પાવર આપતા ડી.સી.રબારી શહેરના ૧પ૦ જેટલા કારખાનેદારોનો નોટીસ આપેલ કે તમને દંડ શા માટે ન કરવો જેથી આ કારખાનેદારોએ ડી.સી.ને જણાવેલ કે અમોને તમે સાંભળો જેથી તેઓને સાંભળવા માટે આગામી તા. ર૪/૩/ર૦ રાખેલ હતી.  દરમ્યાન ડાઇંગ એસો.ના પ્રમુખ ભાવીકભાઇ વૈશ્નવ, જયંતીભાઇ રામોલીયા, મનસુખભાઇ ખાચરીયા, સુરેશભાઇ અમરેલીયા સહિતના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળવા ગયેલ અને આ પ્રશ્ને યોગ્ય કરવા ખાત્રી આપેલ અને એશોસીએશને પોતાને આ મુદો પક્ષકાર બનાવેલ  એમ તેમના વકીલ દ્વારા સુપ્રિમકોર્ટમાં અપીલ દાખલ કરેલ જેની આજરોજ તારીખ હોય પહેલી જ તારીખે સુપ્રિમકોર્ટે સ્ટે. ગ્રાન્ટેડ કરી દેતા ડાઇંગ ઉદ્યોગ ઉપર લટકતી તલવાર હટી ગયેલ અને કરોડો રૂપિયાના દંડમાંથી હાલ ઉગરી ગયેલ આ સ્ટેથી કારખાનેદારોએ પણ ડાઇંગ એસો. પ્રમુખ ભાવિકભાઇ વૈશ્નવને અભિનંદન આપેલ છે.

(4:18 pm IST)