Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

મોવી ગામ નજીક બે મો.સા.વચ્ચે અકસ્માત થતા એકને ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : મોવી ગામ પાસે થી પસાર થતી મો.સા. નં.GJ 27 M 2723 ના ચાલકે મોટર સાઇકલ પુરઝડપે અને હકારી લાવી મોવી નેત્રંગ રોડ પર ફરીયાદ આપનાર જયેશભાઈ રમેશભાઈ વસાવા (રહે. મોવી )ના ભાઈ સુનિલ ની મોટર સાઈલક નંબર GJ 16 CP 2898ને અથાડી એકસીડન્ટ કરી શરીરે ઈજા કરી હાથે ફેકચર કરતા રાજપીપળા પોલીસે મો.સા.ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(9:52 pm IST)
  • બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસન ફરીથી આઇસોલેટ થયા : કોરોના સંક્રમિત સાંસદ એન્ડર્સનના સંપર્કમાં આવ્યા હતા : જાતે જ આઇસોલેટ થવાનું પસંદ કર્યું : આ અગાઉ એપ્રિલ માસમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા access_time 7:20 pm IST

  • દિલ્હીની કેટલીક બજારોમાં લોકડાઉન આવી રહ્યાના સંકેતો મળે છે : દિલ્હીમાં કોરોના એ જબરો ઉપાડો લીધો છે. દરરોજ સાડા ત્રણથી ચાર હજાર કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે, દિલ્હીની કેજરીવાલ સરકારે કોવિડ હોટ સ્પોટ ગણાતા મહત્વની માર્કેટોમાં લોક ડાઉન લાદવાનો પ્લાન ઘડી કાઢવાનું જાણવા મળે છે. access_time 5:36 pm IST

  • ૧૦ અને ૧૨ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માંગણી સુપ્રિમે ફગાવી દીધી : કોરોના મહામારી દરમિયાન ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરિક્ષા ફી માફી કરવાની માંગણી કરતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : આ અરજીમાં દિલ્હી સરકાર અને સીબીએસઈ પરીક્ષા ફી માફ કરે તેવુ સુપ્રિમ કોર્ટ હુકમ આપે તેવી માંગણી કરવામાં આવેલ access_time 1:03 pm IST