Gujarati News

Gujarati News

News of Tuesday, 17th November 2020

અમદાવાદમાં લુખ્ખા બેખોફ : પોલીસ ચોકીમાં યુવકે મહિલા PSIને અપશબ્દો બોલીને જાનથી મારવાની ધમકી આપી

પોલીસ કોન્સ્ટેબલને છાતીમાંથી પકડી શર્ટના બટન તોડી ફેટ મારી નીચે પટક્યો

અમદાવાદ : અમદાવાદમાં લુખ્ખાઓ બેખોફ બન્યા છે ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસે પીએસઆઈ અને પોલીસ સ્ટાફને જાહેરમાં અપશબ્દો બોલનાર યુવકને પકડીને પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યો હતો. ચોકીમાં યુવકે મહિલા પીએસઆઈએ પોલીસની હાજરીમાં અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી.પોલીસ કોન્ટેબલને તું મને સેન્ટ્રલ જેલ મુકવા આવ્યો હતો ને, રસ્તામાં મળ્યો તો તને છરી હુલાવી દઈશ તેવી ધમકી આપી હતી. બાદમાં યુવકે કોન્સ્ટેબલને છાતીમાંથી પકડી શર્ટના બટન તોડી ફેટ મારી નીચે પટક્યો હતો

   કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એ.જાડેજા, કોન્સ્ટેબલ કાળુભાઈ દેવજીભાઈ સ્ટાફ સાથે ગીતામંદીર એસટી બસ સ્ટેન્ડ પાસે સોમવારે દિવાળીના તહેવારમાં બેસતા વર્ષે પેટ્રોલિંગમાં હતા. તે સમયે અગાઉ બસ સ્ટેન્ડના સિક્યુરીટી ગાર્ડ સાથે બોલાચાલી કરનાર ભાવેશ ઉર્ફ મંગો પોલીસ પાસે આવી જાહેરમાં અપશબ્દો બોલવા લાગ્યો હતો. પીએસઆઈ જાડેજા સહિતના સ્ટાફને જાહેરમાં અપશબ્દો બોલતા ભાવેશને પોલીસે પકડ્યો હતો

પોલીસ આરોપીને લઈ પોલીસ ચોકી પહોચી હતી. પોલીસ ચોકીમાં આરોપી ભાવેશએ મહિલા પીએસઆઈ મારૂને અપશબ્દો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. કોન્સ્ટેબલ કાળુભાઈને તું મને સેન્ટ્રલ જેલ મુકવા આવ્યો હતો,ને હવે રસ્તામાં મળ્યો તો તને જાનથી મારી નાખીશ. બાદમાં આરોપીએ કાળુભાઈને છાતીથી ફેટ પકડી શર્ટના બટન તોડી નાંખ્યા અને મુક્કો મારી નીચે પટક્યા હતા.

બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ભાવેશ ઉર્ફ મંગા નટવર વાઢેર (ઉં,19) રહે,હીરાલાલની ચાલી,બિગબજાર મોલની પાછળ,કાંકરિયા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

(7:45 pm IST)
  • ૧૦ અને ૧૨ ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવાની માંગણી સુપ્રિમે ફગાવી દીધી : કોરોના મહામારી દરમિયાન ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરિક્ષા ફી માફી કરવાની માંગણી કરતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી : આ અરજીમાં દિલ્હી સરકાર અને સીબીએસઈ પરીક્ષા ફી માફ કરે તેવુ સુપ્રિમ કોર્ટ હુકમ આપે તેવી માંગણી કરવામાં આવેલ access_time 1:03 pm IST

  • 2014 ની સાલ પછી ગૌતમ અદાણીની સંપત્તિમાં 230 ટકાનો વધારો થયો : પ્રાઈમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદીએ હોદ્દો સંભાળ્યા પછી અદાણીની સંપત્તિ 26 અબજ ડોલર થઇ ગઈ : દેશના 6 એરપોર્ટ વેચાતા લઇ લીધા : વિકાસ થયો પણ કોનો ? : મોદીના શ્રીમંત મિત્રોનો કે આમ જનતાનો ? : કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વેધક સવાલ access_time 6:49 pm IST

  • તામિલનાડુના મદુરાઈમાં દિલ કંપાવી દેનારી ઘટના : ધોળે દિવસે અનેક લોકોની હાજરી વચ્ચે હુમલાખોરોએ મુરુગનન્દમ નામક વ્યક્તિનું માથું કાપીનાખ્યું : સેન્ટ મેરી ચર્ચની સામે ફેંકી પલાયન થઇ ગયા : રસ્તે ચાલતી વ્યક્તિએ વિડિઓ ઉતારી લીધો : હુમલાખોરોની કાર જપ્ત કરવામાં પોલીસને સફળતા access_time 6:13 pm IST