Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સમી પંથકમાં સંડાસના કુવામાં પડી ગયેલ મહિલાને બચાવવા જતા ગુંગળામણથી પાંચના કરૂણમોત

સંડાસના કુવાનો ઉપરનો ભાગ ફ્લોરિંગ જર્જરિત હોવાથી મહિલાનો પગ ખુંપી જતા કુવામાં પડી ગયા

 

સમી પંથકમાં અત્યંત કરુણઘટના બની છે સંડાસના કુવામાં ગૂંગળામણથી એકસાથે પાંચના મોત થતાં હાહાકાર મચી ગયો છે. સંડાસના કુવાનું ફ્લોરિંગ જર્જરિત હોવાથી મહિલાનો પગ ખુંચી જતાં ગરકાવ થતા તેને બચાવવા જતાં અન્ય ચાર પણ કુવામાં પડી જતાં ગુંગળામણ થતાં મોત થયાં છે. ઘટનાને પગલે વહીવટી તંત્રનો કાફલો ગામમાં પહોંચી ગયો હતો.

પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામે બપોર બાદ મોતનું તાંડવ સામે આવ્યું છે. નાડોદા સમાજના કુલ પાંચ વ્યક્તિઓ ભયંકર દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે. મહિલા પોતાના સંડાસના કુવા પરથી પસાર થતાં અચાનક પગ ખુંચી ગયો હતો. જોતજોતામાં કુવામાં ગરકાવ થઈ જતાં તેમના પતિ બચાવવા ગયા હતા. જોકે પતિ પણ કુવામાં ગરકાવ થતાં વારાફરતી બચાવવા જતાં કુલ 6 ગરકાવ થઈ ગયા હતા. દરમ્યાન સંડાસના કુવામાં ગુંગળામણ થતાં કુલ પાંચના મોત થતાં ચકચાર મચી ગઇ છે.

 સંડાસના કુવાનો ઉપરનો ભાગ ખરાબ થઈ ગયો હતો. જેની જાણ હોવાથી મહિલા પસાર થતાં સીધા કુવામાં પડી ગયા હતા. સાથે બચાવવા જતાં કુટુંબના ચાર સહિત કુલ પાંચના મોત થયાં છે. દરમ્યાન કુવામાં પડેલા કુલ 6 પૈકી એકનો બચાવ થયો છે. ઘટનાને પગલે ગામનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેથી તાલુકા વહીવટી તંત્રની ટીમ પણ રાહત અને બચાવ કાર્યમાં દોડી આવી હતી.

સંડાસના કુવો છેલ્લા કેટલાક વર્ષોથી બનાવેલો હતો. જેમાં કુવાનું ફ્લોરિંગ એકદમ ખરાબ થઈ જતાં ગુજરવાડામાં પોતાના શૌચાલયના કુવામાં ગરકાવ થવાની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.

   મૃતકોમાં સિંધવ જામાભાઇ ગગજીભાઇ( . 51 ),, સિંધવ રતાભાઇ જલાભાઇ ચેહાભાઇ (. 41), સિંધવ રતાભાઇ જલાભાઇ દેવાભાઇ (. 49), સિંધવ રંજનબેન રતાભાઇ  (. 40), સિંધવ રાજાભાઇ પચાણભાઇ (. 60) નો સમાવેશ થાય છે

(12:01 am IST)