Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

હવે ટ્રાફિક પોલીસ પણ કેસલેસ બની ચુકી......

દંડ વસુલ કરવાને લઇને તૈયારી

અમદાવાદ, તા. ૧૭ : અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ હવે કેસલેસ થઇ રહી છે. દંડ વસુલ કરતી વેળા સાવચેતી રાખવામાં આવી રહી છે. ગુનાઓના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. દંડની રકમમાં વધારો થઇ રહ્યો છે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસની ટીમ પણ ટૂંક સમયમાં જ પીઓએસ (પોઇન્ટ ઓફ સેલ) મશીનો સાથે રાખનાર છે જેથી કાર્ડનો ઉપયોગ કરીને દંડની વસુલી કરી શકાશે. હજુ સુધી દંડની રકમ રોકડમાં વસુલ કરવામાં આવી રહી હતી.

            આક્ષેપોનો દોર થયા બાદ પોલીસ પણ હવે આક્ષેપો અને પ્રશ્નોને ટાળવા કેસલેસ બની રહી છે. ૫૦૦થી વધુ સ્પોટ ફાઈન્ડ લોકેશનો ઉપર આ પ્રકારના કાર્ડ સ્વાઇપ મશીનો રજૂ કરવામાં આવનાર છે. અમદાવાદ બાદ પીઓએસ મશીન રાજ્યના અન્ય ભાગોમાં પણ ટ્રાફિક પોલીસને આપવામાં આવનાર છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, ટ્રાફિક નિયમો ભંગની રકમ સરળતાથી લોકો ચુકવી શકે તે દિશામાં આ પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે.

(9:48 pm IST)