Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખેડા જિલ્લામાં ઈંટો ભરેલો આઇશર ટેમ્પો અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણમોત : ત્રણ ગંભીર

રીક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા: પઠાવત ગામમાં શોકનો માહોલ છવાયો

 ખેડા જીલ્લામાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના કરૂણમોત નિપજ્યા છે જયારે ત્રણને ગંભીર ઇજા પહોંચી છે

 આ અંગે મળતી વિગત મુજબ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલધારવાસ પાસે ઈંટો ભરેલ આઈશર ટેમ્પો અને પેસેન્જર રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

  વધુમાં મળતી વિગત મુજબ પઠાવત ગામનો એક પરિવાર રિક્ષામાં બેસી હલધારવાસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ઈંટો ભરેલી આઈસર ટેમ્પો સાથે તેની જબરદસ્ત ટક્કર થઈ. જેમાં રીક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા અને રીક્ષામાં સવાર એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત થયા છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાથી પઠાવત ગામમાં શોકનો માહોલ છવાયો છે

(7:49 pm IST)