Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આણંદ ટ્રાફિક પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધર્યું: સામરખા ચોકડી નજીકથી 2.51 લાખના વિદેશી દારૂના ટેમ્પા સાથે અમદાવાદના શખ્સને ઝડપ્યો

આણંદ:ટ્રાફિક શાખાએ આજે વાહન ચેકીંગ ઝૂંબેશ દરમ્યાન સામરખા ચોકડી પાસેથી ૨.૫૧ લાખનો વિદેશી દારૂ ભરેલી ટેમ્પી સાથે અમદાવાદના શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાફિક પીએસઆઈ બી. એમ. ગોહિલ તથા સ્ટાફના જવાનો આજથી અમલમાં આવેલા નવા ટ્રાફિકના નિયમોને લઈને સામરખા ચોકડી પાસે વાહન ચેકીંગ ઝૂંબેશ ચલાવી રહ્યા હતા. ત્યારે એક ટેમ્પી નંબર જીજે-૧, ટીબી-૫૬૮૩ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં ટેમ્પીમાંથી વિદેશી દારૂની ૨૩૨ બોટલો કે જેની કિંમત ૨.૫૧ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પીના ચાલકનુ નામઠામ પુછતાં તે અમદાવાદના સરસપુર ખાતે રહેતો મહંમદનીયાઝ મહંમદમુશીર પઠાણ હોવાનું ખુલવા પામ્યું હતુ.

(5:26 pm IST)