Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

આણંદ જિલ્લામાં નવરાત્રીના તહેવારને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો: ખેલૈયાઓ જોરશોરથી ઉજવણી કરવા માટે તૈયાર

આણંદ:હિન્દુ સંસ્કૃતિમાં દરેક તહેવારનું અનેરું મહત્વ જોવા મળે છે. દરેક પર્વની ઉજવણી માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. હાલ ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ નવરાત્રિ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવક-યુવતીઓ સહિત અબાલ-વૃધ્ધો નવરાત્રિની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ તો ખેલૈયાઓ નવરાત્રિમાં નીતનવા સ્ટેપ્સ સાથે ઝુમી શકે તે માટે વિવિધ ક્લાસીસો દ્વારા નીતનવી સ્કીમ સાથે બેચો શરૂ કરી દેવામાં આવી છે.નવરાત્રિ પર્વનો ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજથી પ્રારંભ થનાર છે ત્યારે તેની ઉજવણી માટે યુવાધનમાં અનેરો થનગનાટ જોવા મળે છે.

નવરાત્રિ પર્વ દરમ્યાન રાત્રિના સુમારે નીતનવા પરિધાનમાં સજ્જ થઈ અવનવા સ્ટેપ્સ સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકાય તે અર્થે કેટલાક યુવાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રેક્ટીસ શરૂ કરીને તેમજ ક્લાસીસ જોઈન્ટ કરી ગરબે ઝુમવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં પણ નવરાત્રિ પર્વનું મહત્વ ગુજરાતમાં વિશેષ હોઈ તેની ઉજવણીનું મહત્વ વિશેષ જોવા મળે છે.

(5:22 pm IST)