Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

સાબરકાંઠા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ: દંડની સાથે અપાઈ છે કાયદાની સમજણ

હું અનુસરીશ'ના સ્લોગન નું સુત્ર ધરાવતું સ્ટીકર ચોંટાડવાનો પ્રયોગ

સાબરકાંઠા : રાજ્યમાં આજથી માર્ગ પરીવહનના કડક કાયદાની શરુઆત થઇ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની ટ્રાફીક પોલીસે દંડ કરતા સુરક્ષાને મહત્વ આપવાની અનોખી પહેલ કરી છે. સાબરકાંઠા ટ્રાફિક પોલીસ દ્રારા વાહન ચાલકોને દંડની સાથે ટ્રાફીકના કાયદાનું પાલન કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો અને સંકલ્પ બાદ તેના વાહન પર વાહન ચાલકને વંચાય અને આસપાસના વાહનચાલકોને પણ વંચાય એ રીતે આઇ ફોલો સ્લોગનનું સુત્ર ધરાવતું સ્ટીકર ચોંટાડવાનો પ્રયોગ કરવામા આવ્યો હતો.

વાહન ચાલક જ્યારે તેનું વાહન સ્ટાર્ટ કરે એટલે તેને આઇ ફોલોનું સ્લોગન વંચાતા જ ટ્રાફીકના કાયદાનું પાલન કરવાની એલર્ટ માનસીક રીતે થઇ આવે તે માટે આ અનોખી પહેલ કરવામાં આવી છે. દશ હજાર જેટલા સ્ટીકરો હાલમાં ટ્રાફીક પોલીસ દ્રારા એસપી ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રાફીક પોલીસે વાહન ચાલકોની સુરક્ષાને લઇને છેલ્લા એક સપ્તાહ થી લોકોને જાગૃત કરવા માટે ની તૈયારી શરુ કરી હતી.

(10:13 pm IST)