Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ પન્નાબેન પટેલે ખુરશી ગુમાવી

કોંગીના અસંતુષ્ઠ અને ભાજપના મળીને કુલ 30 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું

વડોદરા જિલ્લા પંચાયતની  મળેલી ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસના અસંતુષ્ઠ અને ભાજપાના કુલ 30 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં વોટિંગ કરતા પ્રમુખ પન્નાબહેન ભટ્ટને પ્રમુખ પદ છોડવું પડ્યું હતું.

આગામી અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પન્નાબહેન ભટ્ટની વરણી કરવામાં આવી હતી. પરંતુ, તેમના પતિ દિલીપ ભટ્ટે એક હથ્થુશાસન કરતા હોવાથી કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી વધી ગઇ હતી. કોંગ્રેસના સભ્યોએ મોવડી મંડળને રજૂઆત કરી હતી પણ કોઇ પગલા નહિ ભરાતા જિલ્લા પંચાયતથી હાથ ધોવા પડયાં છે. પ્રમુખ પન્નાબેન વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્ત સભામાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના અસંતુષ્ઠ અને ભાજપાના મળી કુલ 30 સભ્યોએ પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. જ્યારે 6 સભ્યોએ પ્રમુખના સમર્થનમાં મતદાન કર્યું હતું. આમ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં પન્નાબેને તેમની ખુરશી ગુમાવી દીધી છે.

(8:12 pm IST)