Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રાજ્ય સરકાર હસ્તગત કોઈ પણ કચેરીમાં ખરીદી માટે હવે ઇ-ટેન્ડર ફરજીયાત

જેતે વિભાગ દ્વારા ઓન લાઇન વેબ સાઇટમાં ફક્ત ઓર્ડર જ મુકવાનો રહેશે

 

અમદાવાદ :રાજ્ય સરકાર હસ્તગત કોઈ પણ કચેરીમાં ખરીદી માટે હવે -ટેન્ડર ફરજીયાત કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે GEM અંતર્ગત મુખ્ય સચિવ જે.એન.સિંગએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હસ્તક કોઈ પણ કચેરીમાં હવેથી ખરીદી ઓનલાઇન કરવામા આવશે. આના માટે જેતે વિભાગ દ્વારા ઓન લાઇન વેબ સાઇટમાં ફક્ત ઓર્ડર મુકવાનો રહેશે.

   ત્યાર બાદ ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ ખરીદી કરવાની રહેશે. જ્યારે અમુક ખરીદીમાં ઓન લાઇન ખરીદી શક્ય હોય. તે સમયે જે તે વિભાગે લેખિતમાં સરકાર અથવા ઉપરી અધિકારીઓને લેખિતમાં જાણ કરીને ઓફ લાઇન ખરીદી કરી શકશે.

(1:03 am IST)