Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નર્મદાની મુખ્ય કેનાલ પાસે ખુંખાર મગર ટહેલતો દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ

રેસક્યુ ટીમે સ્થળ પર પહોંચીને તેને પાણી તરફ મોકલવા માટેના પ્રયત્નો હાથ ધર્યા

 

નર્મદાની મુખ્ય કેનાલ પાસે ખુંખાર મગર ટહેલતો દેખાતા લોકોમાં દહેશત મચી ગઇ હતી. કેવડિયા કોલોનીની મુખ્ય કેનાલ પાસે ઝાડીમાં ફરતા મગરને જોઇને લોકો ભેગા થઇ ગયા હતા અને તે કોઇને નુકશાન ના પહોંચાડે તે માટે તેને અટકાવવાનો પ્રયત્ન કરાયો હતો

 રેસક્યુ ટીમે સ્થળ પર પહોંચીને તેને પાણી તરફ મોકલવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. થોડા સમયના પ્રયત્નો બાદ અંતે રેસ્કયુ ટીમની ટીમ વિશાળકાય મગરને નર્મદા કેનાલમાં પહોંચાડવામાં સફળતા મળી હતી.

(9:24 pm IST)