Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

2020માં રાજ્યસભાની સીટ માટે ગુજરાતમાં ભાજપને પડશે ફટકો

અમદાવાદ :ગુજરાત વિધાનસભામાં ઓછી બેઠકો લાવનારા સત્તાધારી ભાજપને 2020ની રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એકવખત મોટો ફટકો પડી શકે છે રાજ્યસભામાં હાલ 11 બેઠકો પૈકી ચાર બેઠકો કોંગ્રેસ પાસે છે. ભાજપ પાસે સાત બેઠકો છે.પરંતુ આગામી વર્ષ 2020મા આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થાય છે. તેવામાં ભાજપની 99ની સભ્ય સંખ્યા જોતાં પાર્ટીને ત્રણ પૈકી બે બેઠકો મળી શકે છે.આમ ભાજપને એક બેઠકનું નુકશાન સહન કરવું પડી શકે છે 

(7:43 pm IST)