Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અમદાવાદના દરિયાપુરામાં ધમધમતા જુગાર ધામના મુદ્દે 2 પીએસઆઇ સસ્પેન્ડ

અમદાવાદ:દરિયાપુરમાં ચાલતા જુગારના અડ્ડાને પગલે દરિયાપુર પોલીસ સ્ટેશનના બે પી.એસ.આઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બન્ને પીએસઆઈને રેઈડ કરવા મોકલ્યા ત્યારે કશું મળ્યું ન હતું. આથી સેક્ટર-૨ ના જેસીપીએ પોતાની ટીમ મોકલતા અડ્ડો ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. તેમણે દરિયાપુર સીનીયર પી.આઈ સામે પણ ખાતાકીય તપાસનો આદેશ આપ્યો છે.

 દરિયાપુરમાં કુખ્યાત બુટલેગર ગામાએ એકાદ મહિના અગાઊ દારૃનો ધંધો બંધ કરીને જુગારનો અડ્ડો શરૃ કર્યો હતો. આ અંગે સેક્ટર-૨ નામ જેસીપી અશોક યાદવને માહિતી મળતા તેમણે દરિયાપુર ડીસ્ટાફના પીએસઆઈ યુ.એ.રાણા અને દરિયાપુર ચોકીના પીએસઆઈ યુ.એફ.રાઊલને આ અડ્ડા પર રેડ કરવા કહ્યું હતું.

 બન્ને ઘટનાસ્થળે ગયા ત્યારે ફક્ત પાણીના પાઊચ અને બીડીના ઠુંઠા સિવાય કંઈ હાથ લાગ્યું ન હતું. આથી નીલ પંચનામુ કરીને તેમણે રિપોર્ટ યાદવને મોકલ્યો હતો.

(5:20 pm IST)