Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઓલપાડના અટોદરામાં ઉભેલ ટ્રક પાછળ બાઈક ધડાકાભર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

ઓલપાડ: તાલુકાના અટોદરા ગામની સીમમાં ઉભેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. મરનાર યુવાન કઠોર ગામે ભેંસના તબેલા પર કામ કરતો હતો.

કામરેજ તાલુકાના કઠોર ગામે ઘલુડી રોડ પર ભાવેશ અભેરાજભાઇ દેસાઇ (રહે. લસકાણા)નો ભેંસનો તબેલો આવેલો છે. ભેંસના તબેલા પર સંતોષ ઉર્ફે રાજુ બિંદુકુમાર મહંતો (ઉ.વ. ૩૧) તેના નાનાભાઇ છોટુ અને અન્ય બે યુવાનો પપ્પુ તથા અરવિંદ રવિન્દ્રકુમાર મહંતો સાથે કામ કરતો હતો.

ગતરોજ રાત્રે ૮ વાગે સંતોષ મહંતો તબેલા પર દૂધ ભરવા રાખેલી બાઇક (નં. જીજે-૫-એલજી- ૮૬૫૬) લઇને નીકળ્યો હતો. તે દરમિયાન અટોદરા ગામની સીમમાં પેટ્રોલપંપની સામે રોડસાઇડે ઉભેલી ટ્રક (નં. આરજે-૯-જીબી- ૯૬૦૦)ની પાછળ ધડાકાભેર અથડાવી દેતાં સંતોષ મહંતોને માથાના ભાગે ઇજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું.

(5:19 pm IST)