Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પીપલગમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડી બે શખ્સોને 14 હજારની રોકડ સાથે ઝડપ્યા

નડિયાદ: રૂરલ પોલીસે આજે સાંજે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે પીપલગ મોટી શાકમાર્કેટ પાછળ, ગોરા તળાવડીની પાછળની બાજુમાં ખુલ્લામાં કેટલાંક લોકો જુગાર રમે છે જેથી પોલીસે ઓચિંતી રેઈડ કરતા જુગાર રમતા લોકોએ નાસભાગ કરી મૂકી હતી. પોલીસે રેઈડ કરતા પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા હતા. જેમાં મહેશભાઈ સોઢા પરમાર (રે. દાવડા) તથા વિપુલભાઈ મારવાડી (રે. વલ્લભનગર, નડિયાદ)નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી પત્તા પાના, જુગાર રમવાના સાધનો દાવ ઉપરથી રોકડા રૂ. ૧૨૩૦, અંગજડતીમાં રૂ. ૧૨૫૦૦ તથા મોબાઈલ નં. ૧ રૂ. ૫૦૦ ની મળી કુલ રૂ. ૧૪,૨૩૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:07 pm IST)