Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હાર્દિક પટેલે વડોદરામાં ગણેશ મહોત્સવમાં હાજરી આપી

વિદ્યાર્થીઓ સાથે ચર્ચાઃ વિચારણ

વડોદરાઃ પાસ કન્વીનર હાર્દિક પટેલ વડોદરામા વિવિધ ગણેશ પંડાલની મુલાકાત લીધી છે. તેમજ છાણી ગામમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા. હાર્દિકના સ્વાગત માટે મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને શરેહ કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પેટ્રોલ ડિઝલના ભાવ મુદ્દે હાર્દિકે કહ્યું કે લોકોએ સ્વયંભૂ બહાર પડશે જો અમે વિરોધ કરીશુ તો રાજનીતિ કહેવાશે. આ ઉપરાંત વડોદરામાં સ્વતંત્ર વિદ્યાર્થી સંગઠનના સાથે ચર્ચા વિચારણા હાર્દિક પટેલે કરી હતી. અને અનામત ખેડતોની દેવા માફીે સહિતના મુદ્દે ટેકો આપ્યો હતો.

(3:35 pm IST)