Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ગાંધીનગરમાં ગૌણ પસંદગી સેવા સમિતિના નામે બોગસ નિમણૂકપત્રો અપાયા : લાખો રૂપિયા ખંખેરી લેવાયા

રાજ્યના 20 યુવાનો આવા વર્ગ-3ના બોગસ નિમણૂક પત્ર અપાયા : નાયબ સચિવે ફરિયાદ નોંધાવી

પાટનગર ગાંધીનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળના નામે વર્ગ-3ના કર્મચારી માટેના બોગસ નિમણૂક પત્ર અપાયા હોવાનો આરોપ લાગ્યો છે. રાજ્યના 20 યુવાનો આવા વર્ગ-3ના બોગસ નિમણૂક પત્ર અપાયા છે. અને તેની પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેવાયા છે.

  ગૌણ સેવા પસંદગી મંડળના નાયબ સચિવે આ ફરિયાદ નોંધાવી છે. યુવાનો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડલની કચેરીએ નિમણૂક પત્ર લઈને પહોંચતા મામલો સામે આવ્યો હતો. સેકટર-7ના પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.તેમજ તપાસ શરૂ થઈ છે.

(8:34 pm IST)