Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સુરતમાં જાહેરમાં છેડતી કરતા રિક્ષાચાલકને બે યુવતીઓએ ચપ્પલથી ફટકાર્યો ;વિડિઓ વાયરલ

વાયરલ થયેલ વિડિયો વેસુ વીઆઈપી રોડનો હોવાની ચર્ચા

સુરત :સોશિયલ મીડિયામાં યુવતીની છેડતી કરનાર ઈસમને બે યુવતી દ્વારા ચપ્પલથી માર મારતો વિડીયો વાયરલ થયો છે.જે વીડિયોમાં બે યુવતી છેડતી કરનાર રીક્ષા ચાલકને બરાબરનો મેથીપાક આપે છે.

સુરતનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.આ વિડિયો માં બે યુવતીઓ છેડતી કરનાર રીક્ષા ચાલકને ચંપલ થી મારમારે છે. જાહેરમાં છેડતી કરનાર રોમીઓને યુવતીએ પકડી રોડ પર બરાબરનો માર માર્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયો વેસુ વીઆઈપી રોડનો હોવાની ચર્ચા છે. પણ વિડીયો ક્યાંનો છે એ અજુ સ્પષ્ટ નથી થયું.

(10:34 pm IST)