Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

બોરસદ રૂરલ પોલીસે વહેરામાં જુગાર રમતા 4 શખ્સોને 33 હજારની મતા સાથે ઝડપ્યા

બોરસદ: રૂરલ પોલીસે ગત ૧૪મી તારીખના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે વહેરા ગામની શરણમ સહજાનંદ સોસાયટીના ખુલ્લા પ્લોટમાં છાપો મારીને લાઈટના અજવાળે જુગાર રમતાં હરિશભાઈ રણછોડભાઈ પટેલ (વિરોલ), સંકેતભાઈ હસમુખભાઈ પટેલ (જોષીકુવા), ધર્મેશભાઈ સુરેશભાઈ સોની (વહેરા)અને ગુંજનભાઈ સુરેશભાઈ રોજસરા (બોરસદ)ને ઝડપી પાડીને તેમની પાસેથી કુલ ૩૩૯૪૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી- જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:14 pm IST)