Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મહેસુલી કર્મચારીઓ લડતના માર્ગે : ર૬મીએ રાજય વ્યાપી હડતાલ

સોમવારથી વર્ક ટુ રૂલ-કાળી પટ્ટીઃ ૧ દિ'ની હડતાલ બાદ પ્રશ્નો ન ઉકેલાય તો ર૯ મીથી બેમુદતી હડતાલનું એલાન : બઢતી-બદલી-ના.મામલતદારની ર૦૦૦ જગ્યા ખાલી-સિનીયોરીટી યાદી સહીત અનેક પડતર પ્રશ્ને મહેસુલ મંત્રીને નોટીસ પાઠવી દેવાઇ : ર૬મીએ ૧ દિ'ની હડતાલઃ રાજકોટમાં લોકમેળો ચાલુ છેઃ ૧પ૦ થી વધુનો સ્ટાફ હડતાલમાં જોડાશે તો અત્યારથી કલેકટર તંત્રને દોડધામ થઇ પડી

રાજકોટ, તા., ૧૭: રાજયના મહેસુલ કર્મચારી મહામંડળે એલાને જંગ કર્યુ છે. મહેસુલ મંત્રીને પત્ર પાઠવી લડતની જાણ કરી છે. મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ ન મળતા મહામંડળ દ્વારા તબક્કાવાર કાર્યક્રમ આપવા અંગે કહેવાયું છે.

પાઠવેલ પત્રમાં ઉમેર્યુ છે કે ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રીની કક્ષાએ કર્મચારીઓના બઢતી, બદલી અને અન્ય પાયાના પ્રશ્નો જેવા કે રેવન્યુ તલાટી  સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા સરકારના તા.ર૧-પ-ર૦૧૮ના હુકમથી કલાર્ક સવર્ગનાકર્મચારીને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતા  અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા કર્મચારીઓને મૂળ  મહેકમના જિલ્લામાં મુકવા બાબત. વર્ષે ર૦૧પ-૧૬ના વર્ષમાં એલ.આર.કયુ પાસ કરેલ  કારકુન પૈકી ર૬ કારકુનોને પ્રમોશન આપવા અંગે વધુમાં અને મામ થી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા બાબત રજુ આતો કરી છે.

આ ઉપરાંત કલાર્ક કેડરના કર્મચારીને તાત્કાલિક ધોરણે નાયબ મામલતદારના પ્રમોશન આપવા બાબત કલાર્ક સંવર્ગના કર્મચારીને પ્રમોશન આપતા જે તે જિલ્લામાં જગ્યાઓ ઉપલબ્ધ હતો તો તે જ જિલ્લામાં સમાવેશ કરવા તથા જેેઓની જિલ્લા ફેરબદલીની માંગણી હોય તો માંગણી મુજબના મહેસુલી કર્મચારીઓની નવી ભરતી કે પ્રમોશન પહેલા જિલ્લા ફેરબદલીના કેમ્પનું આયોજન કરવા બાબત નાયબ મામલતદાર થી મામલતદાર પ્રમોશન ૧૧૪૦ સુધીના આપવામાં આવેલ  છે હાલમાં ૫૦ જેટલી જગ્યાઓ ખોળી હોઇ તેમજ સને ૨૦૧૯-૨૦મા નિવૃત થતા સીનીયોરીટી ૧૧૪૦ થી ૧૩૦૦ સુધીના નાયબ મામલતદારના સી.આર.માંગણી બઢતી આપવા બાબત.

આમ રાજય કક્ષાએ અંદાજીત ૨૪૦૦ જેટલી નાયબ મામલતદારની જગ્યાઓ ખાલી છે. જે બાબત વહીવટી વિટંબણા સર્જે છે. ઉપરોકત મુદ્દાઓ પરત્વે સરકારશ્રી દ્વારા હકારાત્મક અને ઝડપી નિર્ણય લેવામાં આવે તો મહેસુલી વહીવટી કામગીરીને વધુ સુચારૂ બનાવી શકાય તેમ છે તેમજ મહેસુલી કર્મચારીઓના પ્રશ્નો સુખદ નિરાકરણ આવે તો તેમના મનોબળ અને ઉત્સાહમાં વધારો કામગીરીને વધુ વેગવતી બનાવશે.

વધુમાં જો ઉકત મહેસુલી કર્મચારીઓના પડતર પક્ષોનું કોઇ યોગ્ય નિરાકરણ ન આવે તો ના છુટકે કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા મહામંડળ દ્વારા આ મુજબના તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરેલ છે જેમાં તા. ૧૯-૮-ર૦૧૯થી તા. ર૩-૦૮-ર૦૧૯ સુધી વર્ક ટુ રૂલ અને કાળીપટ્ટી, તા. ર૬ના રોજ માસ સી.એલ. અને જિલ્લા કચેરીએ સુત્રોચ્ચાર અને તા. ર૯-૦૮-ર૦૧૯ નાં રોજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન જાહેર કરાયું છે.

અત્રે એ ઉમેરવું જરૂરી કે રાજકોટમાં કલેકટર તંત્ર લોકમેળો યોજે છે, તેમાં રાઉન્ડ ધ કલોક રેવન્યુના ૧પ૦ થી વધુના સ્ટાફના ઓર્ડર હોય છે, ર૬ મીએ ૧ દિ'ની હડતાલનું એલાન છે, અને ર૬ મીએ લોકમેળો ચાલુ હોય, તેમાં રોકાયેલ સ્ટાફ હડતાલ ઉપર જનાર હોય, કલેકટર તંત્રને અન્ય સ્ટાફ ગોતવા અત્યારથી દોડધામ થઇ રહી છે.

(3:46 pm IST)