Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અમદાવાદમાં ડોક્ટરોના ત્રિકોણીય પ્રેમ પ્રકરણમાં વધુ એક ફરિયાદ ;ડો,રાજ સોનીની ધરપકડ

મહિલા તબબીને લઈ ડો.રાજ સોની અને ડો.રશેષ વચ્ચે થયેલ વિવાદ વચ્ચે પોલીસે ફરી ડોકટર રાજ સોનીની ધરપકડ કરી

 

અમદાવાદ: અમદાવાદમાં ડોકટરની ત્રિકોણીય પ્રેમ પ્રકરણમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે  સોલામાં ડોકટર ડો.રાજ સોનીની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર ધાકધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા નોંધાઈ હતી. ત્યારે અત્યાર સુધીમા ધાકધમકીના કેસમાં ચાર ફરિયાદ નોધાઇ છે. 

મહિલા તબબીને લઈ ડો.રાજ સોની અને ડો.રશેષ વચ્ચે થયેલ વિવાદ વચ્ચે પોલીસે ફરી ડોકટર રાજ સોનીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. રશિયામાં એમબીબીએસનો અભ્યાસ પૂરો કરીને અમદાવાદ આવેલી યુવતીને 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી હેરાન પરેશાન કરતા રોમિયો ડોક્ટર રાજ સોનીની સોલા હાઈકોર્ટ પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી.

રાજ અને મહિલા તબીબ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ અંગે મહિલા તબીબે સોલા હાઈકોર્ટ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ડો.રાજ સોની વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાવી ચુકી છે. અને જેમાં ધરપકડ પણ થઇ ચુકી છે. ત્યારે હવે ફરી એક વખત મહિલા ડોકટર જે ડોક્ટરને ત્યાં નોકરી કરે છે. તે ડોકટરને ધાકધમકી આપવા બદલ સોલા પોલીસસ્ટેશનમાં ડોક્ટર રાજ સોની સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં રાજ સોનીની સોલા પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

(1:13 am IST)